View Hymn (Bhajan)
Hymn No. 558 | Date: 11-Dec-19931993-12-111993-12-11આવતા પાનખર વૃક્ષના પાંદડા બધા ખરી રે જાશે, આવતા વસંત નવા પાંદડા આવી રે જાશેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=avata-panakhara-vrikshana-pandada-badha-khari-re-jashe-avata-vasanta-navaઆવતા પાનખર વૃક્ષના પાંદડા બધા ખરી રે જાશે, આવતા વસંત નવા પાંદડા આવી રે જાશે,
પાંદડેપાંદડું પડી જાશે, નવા એ તો ઊગી જાશે, ખરી ગયેલા ફરીથી ના જોડાશે
આવશે ભલે વસંત, ખરેલા પાંદડાને, સુકાયેલા પાંદડાને, ના ફરીથી એ લીલા કરી શકશે
આપશે બધું એ તો જીવનમાં એના, ગુમાવેલું કાંઈ પાછું એ તો ના આપશે
છે જીવનમાંતો આવું, છે જીવનમાંતો આવું, જાશે એ પાછું નહીં આવે, નહીં આવે ફરી એ ટાણું,
શ્વાસોના પાંદડા પડતા ને પડતા રે રહેશે, ક્ષણેક્ષણે ઋતુ બદલાતી રહેશે,
આવેલો નવો શ્વાસ કાંઈ આપી જાશે, જતો શ્વાસ પાછું કાંઈ લઈ રે જાશે
આપશે શું આવવાવાળો ને લેશે શું જવાવાળો, ના એ તો કાંઈ કહેવાશે
રહેજે સજાગ તું એમાં, નહીં તો આપલેમાં સમય તારો વીતી રે જાશે
પડે વૃક્ષ એ પહેલા મેળવવાનું તું મેળવી લેજે, આવતા મહેમાનને પ્રેમથી આવકારી તું લેજે
આવતા પાનખર વૃક્ષના પાંદડા બધા ખરી રે જાશે, આવતા વસંત નવા પાંદડા આવી રે જાશે