View Hymn (Bhajan)
Hymn No. 637 | Date: 18-Mar-19941994-03-181994-03-18છે આદત તો કોઈને બહુ બોલવાની, તો છે કોઈની ચૂપ રહેવાનીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=chhe-adata-to-koine-bahu-bolavani-to-chhe-koini-chupa-rahevaniછે આદત તો કોઈને બહુ બોલવાની, તો છે કોઈની ચૂપ રહેવાની
છે આદત તો કોઈને મસ્તીમાં મસ્ત રહેવાની, તો છે કોઈની ચિંતા, પંચાત કરવાની
આદતના જોરથી જીવી રહ્યા છે અહીંયા સૈ કોઈ, આદત વિનાની જિંદગી નથી અહીં કોઈની,
છે કોઈને આદત તો દુઃખિયાના દુઃખ દૂર કરવાની, તો કોઈને છે સુખચેન અન્યના લૂંટવાની,
હર એક દિલમાં વસે છે એ તો, સ્વરૂપ ધરીને નવા નવા
આપે છે ઓળખાણ વૃત્તિઓની, તો આદત આદતથી છે કમજોર બધા અહીં
છે આદત તો કોઈની અન્યને કોસતા રહેવાની, તો છે કોઈની આનંદ અન્યને આપતા રહેવાની,
મજબૂરી કહેવી કે કમજોરી કહેવી, કહેવું શું આ આદતને, બાંધે છે હરએકને પોતાના બંધનથી,
સારી આદત તો જીવનમાં સુખશાંતિ આપી જાય છે, જીવનને મહેકાવી એ જાય છે
પડે જો બધામાં આદત સારી, દુઃખનો પ્રશ્ન ત્યાં તો હલ થાય છે
સારી આદતના એ બંધન હરએક બંધનને તોડાવી, મુક્તિ અપાવી જાય છે
પડી જો ખરાબ આદત જીવનમાં, જીવનનું ધનોતપનોત કરી જાય છે
છે આદત તો કોઈને બહુ બોલવાની, તો છે કોઈની ચૂપ રહેવાની