View Hymn (Bhajan)
Hymn No. 638 | Date: 18-Mar-19941994-03-181994-03-18મસ્ત મસ્ત મસ્તીના રંગમાં રંગાઈ ગયા અમે એવા, ના પૂછો અમને તમે કેવા(2)Sant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=masta-masta-mastina-rangamam-rangai-gaya-ame-eva-na-puchho-amane-tameમસ્ત મસ્ત મસ્તીના રંગમાં રંગાઈ ગયા અમે એવા, ના પૂછો અમને તમે કેવા(2)
મસ્તીના મસ્ત મોજામાં, મજા માણી અમે તો એવી, ના પૂછો તમે કેવા ……..
આનંદ ને ઉમંગની લહેરોમાં, ભૂલી ભાન ખોવાયા અમે તો એવા, મજા માણી અમે ……..
નયનોના નેહથી ને હૈયાના હેતથી, પહોંચ્યા પ્રેમના પ્રદેશમાં તો એવા
ખળખળ વહેતી નદીના નીર લાગે ફીક્કા રે, જ્યાં હાસ્ય અમે હસ્યા એવા
રંગ વગર રંગાઈ ગયા, પાણી વગર પલળી ગયા, ભાવના રંગમાં, રમ્યા અમે તો એવા
સ્મરણ કર્યું જ્યાં તારું પ્રભુ, નામ લીધું જ્યાં તારું, ચમત્કાર થયો ત્યાં એવો
શ્વાસોની સરગમમાં સુગંધ ભળી એવી, મહેકમાં મદહોશ થઈ ગયા એવા
કર્યો નશો જ્યાં તારા નામનો, ગાંડા થઈ ગયા ત્યાં તો એવા, ના ……..
જાણવું હોય તમને કરો પ્રભુની સેવા, કરતા સેવા એની થઈ જશો એના જેવા
મસ્ત મસ્ત મસ્તીના રંગમાં રંગાઈ ગયા અમે એવા, ના પૂછો અમને તમે કેવા(2)