View Hymn (Bhajan)
Sr No. 4824 | Date: 08-May-20192019-05-082019-05-08દિલે દરબારમાં પ્રભુ તારા પ્રેમની મહેફિલ જો જામી રે જાયSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=dile-darabaramam-prabhu-tara-premani-mahephila-jo-jami-re-jayaદિલે દરબારમાં પ્રભુ તારા પ્રેમની મહેફિલ જો જામી રે જાય
આનંદમંગળ ત્યાં તો વર્તાતા રે જાય
મસ્તીના જામ તું પીએ ને પીવડાવતો રે જાય
જીવનનુ ધ્યેય હાંસલ ત્યાં થઈ રે જાય ...
હર વિચારમાં, હર ભાવમાં, જ્યાં તું સામેલ થઈ રે જાય
મટે સઘળી ફિકર જ્યાં જિકર તારી ને તારી રે રહી જાય
શ્વાસોશ્વાસ તારી હાજરીનો, અહેસાસ જ્યાં દઈ રે જાય
ચહેરાની ચમકમાં દીદાર તારા ત્યાં, સામેલ થઈ રે જાય
પ્યારથી પ્યાર તને જો કરતા રે જવાય, બસ આ થઈ જાય
જીવનમાં જીવનની મંઝિલ તો, આપોઆપ મળી રે જાય
સંભાળે જ્યાં તું બધું પછી નાવ, આપોઆપ કિનારે આવી રે જાય
દિલે દરબારમાં પ્રભુ તારા પ્રેમની મહેફિલ જો જામી રે જાય