View Hymn (Bhajan)
Sr No. 4823 | Date: 08-May-20192019-05-082019-05-08આકારની દુનિયામાં આવી આકારમાં એવા ખોવાયા, એવા ખોવાયાSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=akarani-duniyamam-avi-akaramam-eva-khovaya-eva-khovayaઆકારની દુનિયામાં આવી આકારમાં એવા ખોવાયા, એવા ખોવાયા
ધાર્યું પોતાનું સિદ્ધ કરવા ખુદ તો ભરમાયા, અન્યને પણ ભરમાવ્યા
ભૂલીને અસ્તિત્વનું ભાન, વર્ચસ્વ સ્થાપવામાં એવા પ્રેરાયા
ના રહ્યું યાદ પછી બીજું કાંઈ, ભૂલ્યા જન્મ-મૃત્યુંના પરિણામ
અહંકાર ને અભિમાન થકી, અમે એવા તો પૂજાયા પૂજાયા
સમજી સર્વ સમર્થ ખુદને, બેફામ વર્તન અમે તો આચ આચર્યાં
સ્વાર્થ ને મોહના અંધકારથી, એવા તો અંજાયા, અમે તો ફુલાયા
ભૂલીને બધું જીવનમાં, અમે એવા તો નાચ રે નાચ્યા
થયું ના કાંઈ બીજું એમાં આખર, તો ખુદ જ એમાં થાક્યા
આકારની દુનિયામાં આવી આકારમાં એવા ખોવાયા, એવા ખોવાયા