View Hymn (Bhajan)
Hymn No. 950 | Date: 02-Sep-19941994-09-021994-09-02એ આનંદ તો કાંઈક ઓર છે, એ આનંદ તો અનોખો છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=e-ananda-to-kamika-ora-chhe-e-ananda-to-anokho-chheએ આનંદ તો કાંઈક ઓર છે, એ આનંદ તો અનોખો છે
મળે ભલે જીવનમાં આનંદ, ઘણી રીતે આ આનંદ તો છે અનોખો
મળે છે એ તો ત્યાગીઓને, મળે છે એ તો પ્રેમીઓને
કોઈ પણ આશા કે અપેક્ષા વગર, પ્રભુના દ્વારે જવાનો આનંદ કાંઈક ઓર છે
મળે છે એમાં સંતોષ, એ સંતોષનો આનંદ તો આહલાદક છે
પ્યારથી ને પ્રેમથી, નિઃસ્વાર્થ સેવા કરવાનો આનંદ તો છે બહુ રે મીઠો
મળે છે એમાં જે આશીર્વાદ ને પ્યાર, આનંદભર્યું જીવન ત્યાં બની જાય છે
બાકી રહે બસ એક જ ઇચ્છા હૈયામાં, પ્રભુ દર્શનનો આનંદ તો અનોખો છે
મળે છે એમાં તો પરમ સુખ ને પરમાનંદની અનુભૂતિ જે એ કરાવી જાય છે
થાતા દર્શન પ્રભુના મુખના, બસ આનંદ ને આનંદ, બાકી રહી જાય છે એ આનંદ ……..
એ આનંદ તો કાંઈક ઓર છે, એ આનંદ તો અનોખો છે