View Hymn (Bhajan)
Hymn No. 949 | Date: 28-Aug-19941994-08-281994-08-28મગરૂર થઈને ફરતો હું, કેટલો મજબૂર છું હું, કેટલો મજબૂર છુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=magarura-thaine-pharato-hum-ketalo-majabura-chhum-hum-ketalo-majaburaમગરૂર થઈને ફરતો હું, કેટલો મજબૂર છું હું, કેટલો મજબૂર છું
અહંકાર ને અભિમાનના નશામાં ચકચૂર થઈને ફરતો હું, કેટલો કમજોર છું, કેટલો મજબૂર છું
સમજતો હતો ખુદને માલિક, સમજાયું આજ માલિક નહીં, હું તો છું, કેટલો મજબૂર છું
દુઃખ દર્દથી પીડાતો, કરી ના શક્યો જ્યારે પોતાનું દુઃખ દૂર, સમજાયું ત્યારે મને કેટલો મજબૂર છું
કરી બંદગી જ્યારે મેં તો તને, ના મળ્યો જ્યાં તારો પ્રતિસાદ, સમજાયું ત્યારે કેટલો બેબસ
વિકારોની નગરીમાં રહીને, ભૂલી ગયો જીવનની ગલી હું, કેટલો લાચાર છું, કેટલો મજબૂર છું
અંધકારમાં ફસાયો જ્યારે, સમજાયું ત્યારે હું કેટલો અજ્ઞાની છું, છું, કેટલો મજબૂર છું
આશાના મિનારા પર કરતો નૃત્ય, પડ્યો જ્યાં નીચે, સમજાયું ત્યારે કેટલો નાદાન છું, કેટલો મજબૂર છું
આવ્યો ખ્યાલ જ્યાં પોતાની કમીઓનો, સમજાયું ત્યારે બદલવાનો છે રસ્તો મારે
મગરૂરતા મારી મને આપે ધોખો, એ પહેલા શક્તિશાળી બની છોડવી છે એને મારે
મગરૂર થઈને ફરતો હું, કેટલો મજબૂર છું હું, કેટલો મજબૂર છું