એક દિવસ કરવાથી, કાંઈ થાતું નથી
કરીએ જ્યાં નિયમિત, ત્યાં ફળ આપ્યા વિના એ રહેતું નથી
મળતા ફળ જીવનમાં, હૈયું ખુશ થયા વિના તો રહેતું નથી
મળે ફળ જ્યારે જીવનમાં, પુરુષાર્થની યાદ ત્યાં ભુલાતી નથી
સમજાય છે ત્યારે જીવનમાં, કાંઈ કર્યા વગર કાંઈ મળતું નથી
પણ છે અફસોસ એનો, સમજ એ વધારે ટકતી નથી
“પથ્થર પર પાણી” કહેવત, એ સિદ્ધ થયા વિના રહેતી નથી
છે શક્તિ એટલી, કે કરી શકીએ, જે ધારીએ તે, તોય ધાર્યું થાતું નથી
પોતાની જ શક્તિમાં પોતાને અવિશ્વાસ જાગ્યા વિના રહેતો નથી
જાગતા અવિશ્વાસ, શક્તિનો ક્ષય થયા વિના રહેતો નથી
જાગતા વિશ્વાસ હૈયામાં, ધાર્યુ કોઈ અટકાવી શક્તું નથી
- સંત શ્રી અલ્પા મા
ēka divasa karavāthī, kāṁī thātuṁ nathī
karīē jyāṁ niyamita, tyāṁ phala āpyā vinā ē rahētuṁ nathī
malatā phala jīvanamāṁ, haiyuṁ khuśa thayā vinā tō rahētuṁ nathī
malē phala jyārē jīvanamāṁ, puruṣārthanī yāda tyāṁ bhulātī nathī
samajāya chē tyārē jīvanamāṁ, kāṁī karyā vagara kāṁī malatuṁ nathī
paṇa chē aphasōsa ēnō, samaja ē vadhārē ṭakatī nathī
"paththara para pāṇī" kahēvata, ē siddha thayā vinā rahētī nathī
chē śakti ēṭalī, kē karī śakīē, jē dhārīē tē, tōya dhāryuṁ thātuṁ nathī
pōtānī ja śaktimāṁ pōtānē aviśvāsa jāgyā vinā rahētō nathī
jāgatā aviśvāsa, śaktinō kṣaya thayā vinā rahētō nathī
jāgatā viśvāsa haiyāmāṁ, dhāryu kōī aṭakāvī śaktuṁ nathī
|