કરી ભૂલ જ્યાં ભેગા થઈને, પરિણામ એનું ભેગુંએ ભોગવવું પડ્યું
મળ્યા જેવા ભેગા, એકની ભૂલનો ભોગ, બીજાએ બનવું પડ્યું
કરી શરૂઆત જ્યાં એકે, ત્યાં બીજાએ એમાં સંકળાવવું પડ્યું
કર્યો ગુનાહ એકે, ગુન્હેગાર બીજાને પણ સાથે બનવું પડ્યું
ના મેળવી શક્યા જ્યાં કાબૂ એક-બીજા સાથે, ત્યારે લડવું પડ્યું
બંધાયા જ્યાં કોઈ બંધનથી, ત્યાં મુક્તિ કાજે તડપવું પડ્યું
ખાડો ખોધ્યો એકે જ્યાં, ત્યાં બીજાએ અંદર એની પડવું પડ્યું
ના ચાલી ત્યાં કોઈ આના-કાની, આપમેળે એ થાતું રહ્યું
લાવીને અહંકારને વચ્ચે, ભૂલ જ્યાં સદા કરતા ને કરતા રહ્યા
ના છૂટી શક્યા ત્યાં દુઃખદર્દથી, ભોગ અનેક બનતા ને બનતા રહ્યા
- સંત શ્રી અલ્પા મા
karī bhūla jyāṁ bhēgā thaīnē, pariṇāma ēnuṁ bhēguṁē bhōgavavuṁ paḍyuṁ
malyā jēvā bhēgā, ēkanī bhūlanō bhōga, bījāē banavuṁ paḍyuṁ
karī śarūāta jyāṁ ēkē, tyāṁ bījāē ēmāṁ saṁkalāvavuṁ paḍyuṁ
karyō gunāha ēkē, gunhēgāra bījānē paṇa sāthē banavuṁ paḍyuṁ
nā mēlavī śakyā jyāṁ kābū ēka-bījā sāthē, tyārē laḍavuṁ paḍyuṁ
baṁdhāyā jyāṁ kōī baṁdhanathī, tyāṁ mukti kājē taḍapavuṁ paḍyuṁ
khāḍō khōdhyō ēkē jyāṁ, tyāṁ bījāē aṁdara ēnī paḍavuṁ paḍyuṁ
nā cālī tyāṁ kōī ānā-kānī, āpamēlē ē thātuṁ rahyuṁ
lāvīnē ahaṁkāranē vaccē, bhūla jyāṁ sadā karatā nē karatā rahyā
nā chūṭī śakyā tyāṁ duḥkhadardathī, bhōga anēka banatā nē banatā rahyā
|