એ ગમતું પણ નથી, એના પ્રત્યે અણગમો પણ નથી
જાગે છે અહંકાર દિલમાં, એ ગમતું પણ નથી, એના પ્રત્યે અણગમો પણ નથી
છે હાલત આવી રે મારી, કરું શું, એ સમજાતું પણ નથી
જાગે છે ઇચ્છાઓ ઘણી-ઘણી, એ ગમતું નથી, એના પ્રત્યે અણગમો પણ નથી
થાય છે જ્યાં સુધી પૂરી ઇચ્છાઓ, ત્યાં સુધી કોઈ વાંધો નથી
ન થાતા પૂરી ઇચ્છાઓ, એ ગમતું પણ નથી, અણગમો પણ નથી
જાગે છે દિલમાં ભાવો ઘણા-ઘણા, એ ગમતાં પણ નથી, અણગમો પણ નથી
મિટાવવું અસ્તિત્વ પોતાનું, ગમતું પણ નથી, એના પર અણગમો પણ નથી
આપવી પડે છે જે કુરબાની, એમાં મારું મન રાજી નથી
રહેવું આ સંસારમાં પ્રભુ, ગમતું પણ નથી, એના પ્રત્યે અણગમો પણ નથી
- સંત શ્રી અલ્પા મા
ē gamatuṁ paṇa nathī, ēnā pratyē aṇagamō paṇa nathī
jāgē chē ahaṁkāra dilamāṁ, ē gamatuṁ paṇa nathī, ēnā pratyē aṇagamō paṇa nathī
chē hālata āvī rē mārī, karuṁ śuṁ, ē samajātuṁ paṇa nathī
jāgē chē icchāō ghaṇī-ghaṇī, ē gamatuṁ nathī, ēnā pratyē aṇagamō paṇa nathī
thāya chē jyāṁ sudhī pūrī icchāō, tyāṁ sudhī kōī vāṁdhō nathī
na thātā pūrī icchāō, ē gamatuṁ paṇa nathī, aṇagamō paṇa nathī
jāgē chē dilamāṁ bhāvō ghaṇā-ghaṇā, ē gamatāṁ paṇa nathī, aṇagamō paṇa nathī
miṭāvavuṁ astitva pōtānuṁ, gamatuṁ paṇa nathī, ēnā para aṇagamō paṇa nathī
āpavī paḍē chē jē kurabānī, ēmāṁ māruṁ mana rājī nathī
rahēvuṁ ā saṁsāramāṁ prabhu, gamatuṁ paṇa nathī, ēnā pratyē aṇagamō paṇa nathī
|