View Hymn (Bhajan)
Hymn No. 2988 | Date: 05-Nov-19981998-11-051998-11-05હૈયા ભલે તનડાથી જુદા, હૈયા એક બન્યા ત્યાં ના એ જુદા રહ્યાંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=haiya-bhale-tanadathi-juda-haiya-eka-banya-tyam-na-e-juda-rahyamહૈયા ભલે તનડાથી જુદા, હૈયા એક બન્યા ત્યાં ના એ જુદા રહ્યાં
એકરૂપતાના તાંતણે જ્યાં એ બંધાયા, ત્યાં ના એ જુદા રહ્યાં
તનડા ચાહે રહ્યાં ક્યાંય પણ, હૈયા સંદેશા ઝીલતા રહ્યાં
ના લાગી જુદાઈ કોઈ, ચાહે તનડા એકબીજાથી કોષો દૂર રહ્યાં
ના રહ્યાં અજાણ એ એકબીજાની હાલતથી, જ્યાં એ એક બન્યા
ખેંચાણ તો રહ્યાં છતાં એકબીજા, ના કોઈ ખેંચાણ ના એમને રહ્યાં
ભાવો ને વિચારો ના જુદા રહ્યાં, જ્યાં હૈયા એક બન્યા
દુનિયાના દર્દને ભૂલ્યા, દુનિયાદારીથી દૂર એ તો રહ્યાં
મટી ગઈ અન્ય ચાહતો દિલમાંથી, જ્યાં ચાહતામાં એ એક બન્યા
મટયા સઘળા ભેદભાવો જ્યાં, એકરૂપતાના રંગે રંગાઈ ગયા
હૈયા ભલે તનડાથી જુદા, હૈયા એક બન્યા ત્યાં ના એ જુદા રહ્યાં