View Hymn (Bhajan)
Hymn No. 2990 | Date: 07-Nov-19981998-11-071998-11-07હૈયે જાગે પ્રેમ એને મંજિલ તું સમજી ના લેતોSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=haiye-jage-prema-ene-manjila-tum-samaji-na-letoહૈયે જાગે પ્રેમ એને મંજિલ તું સમજી ના લેતો
શરૂઆત છે એ તો તારી, મંજિલ તરફ આગળ વધવાની એને મંજિલ…
પ્રેમની પરાકાષ્ઠા છે ત્યાં જ્યાં, પ્રેમને પ્રેમની મંજિલ મળી ગઈ
જાગે હૈયે પ્રેમ પામવાની ઉત્કંઠા, એ તો તારી શરૂઆત ગણાય
પ્રેમમય ઉત્કંઠા એટલે, પ્રેમની મંજિલ નહીં, પ્રગતીની નિશાની કહેવાય
કદમ કદમ વધે જ્યાં તારું, આગળ હૈયે લહેરો આનંદની ઉઠતી જાય
પ્રેમમય ઉત્કંઠા વધે જેમ જીવનમાં, હરિયાળી છવાતી જાય
ધીરે ધીરે હૈયાના ભાવો, એ સરહદ ને સર કરતા જાય
કરી છે સર કરવા જે તું મંજિલ, એ મંજિલ આખીર તને પહોચાડી જાય
જીવનમાં તારો પ્રેમ, તને પ્રેમમય બનાવી જાય, હૈયે જાગે પ્રેમ …
હૈયે જાગે પ્રેમ એને મંજિલ તું સમજી ના લેતો