હૈયામાં રે મારા, આ આગનું તણખલું ક્યાંથી રે આવી ગયું (2)
શાંત હતું મારું રે હૈયું, એમા અશાંતિની આગ કોણે લગાડી રે દીધી
તૃપ્ત હૈયામાં રે મારા, અસંતોષ ક્યાંથી રે જાગી ગયો, ક્યાંથી રે જાગી ગયો
જલતો જલતો આવ્યો એ, મને પણ એમાં જલાવી રે દીધી, ક્યાંથી રે એ જાગી ગયો
હતું બધું પાસે ને પાસે, ભાન એનું ભુલાવી, ઇચ્છાઓ વધારે ને વધારે જગાવી ગયો
લાગી હૈયે મારે અસંતોષની આગ એવી રે, સુખચેન મારા એમાં એણે હરી લીધા
ધનવાન હોવા છતાં, આવીને એ મને ભિખારી બનાવી રે ગયો
કયા ધનુષનું એ બાણ હતું, મારા શાંત હૈયાને ઘાયલ એ કરી ગયું
ના નીકળ્યું લોહી, ઝખમ એવો આપી, ખજાનો એણે મારો લૂંટી રે લીધો
સાચી રાહથી મને એ ભટકાવી રે ગયો, અસંતોષનું બાણ હૈયે જ્યાં લાગી રે ગયું
- સંત શ્રી અલ્પા મા
haiyāmāṁ rē mārā, ā āganuṁ taṇakhaluṁ kyāṁthī rē āvī gayuṁ (2)
śāṁta hatuṁ māruṁ rē haiyuṁ, ēmā aśāṁtinī āga kōṇē lagāḍī rē dīdhī
tr̥pta haiyāmāṁ rē mārā, asaṁtōṣa kyāṁthī rē jāgī gayō, kyāṁthī rē jāgī gayō
jalatō jalatō āvyō ē, manē paṇa ēmāṁ jalāvī rē dīdhī, kyāṁthī rē ē jāgī gayō
hatuṁ badhuṁ pāsē nē pāsē, bhāna ēnuṁ bhulāvī, icchāō vadhārē nē vadhārē jagāvī gayō
lāgī haiyē mārē asaṁtōṣanī āga ēvī rē, sukhacēna mārā ēmāṁ ēṇē harī līdhā
dhanavāna hōvā chatāṁ, āvīnē ē manē bhikhārī banāvī rē gayō
kayā dhanuṣanuṁ ē bāṇa hatuṁ, mārā śāṁta haiyānē ghāyala ē karī gayuṁ
nā nīkalyuṁ lōhī, jhakhama ēvō āpī, khajānō ēṇē mārō lūṁṭī rē līdhō
sācī rāhathī manē ē bhaṭakāvī rē gayō, asaṁtōṣanuṁ bāṇa haiyē jyāṁ lāgī rē gayuṁ
|
Explanation in English
|
|
Into my heart, from where has this spark of fire come? (2)
My heart was completely at peace; who set it ablaze with the fire of unrest?
In my deeply content heart, from where did this dissatisfaction awaken? From where did it awaken?
It came burning hot, and it set me on fire along with it; from where did it awaken?
Everything I needed was right beside me, yet it made me forget that and awakened more and more desires.
The fire of discontent hit my heart in such a way that it snatched away all my happiness and peace.
Despite being wealthy, it came and turned me into a beggar.
From which bow was that arrow shot, which left my peaceful heart so deeply wounded?
No blood oozed out, yet it gave me such a wound that it looted my entire inner treasure.
It led me astray from the true path, the very moment that arrow of discontent pierced my heart.
|