કરવો સંઘર્ષ જીવનમાં નથી રે ગમતો, મીઠા ફળ ખાવાની આશા હૈયેથી નથી રે છોડાતી
ખાવા છે મીઠા ફળ તો પ્રભુ, કાચા એ ફળ પાકે એટલી રાહ નથી રે જોવાતી
કામ કર્યા વગર મળે ફળ ખાવા મીઠા અમને, રહીએ અમે એ આશાથી સદા બંધાઈ
લાગે ભૂખ ત્યારે આવીને કોઈ કોળિયા ખવડાવી જાય, આળસના રંગથી ગયા છીએ એવા રે રંગાઈ
કરવું કાંઈ અમને ગમતું નથી, રડવું અમને પસંદ નથી, કરીએ છીએ જીત વગરની લડાઈ
સુખ ભોગવવું છે રે જીવનમાં, સારા કાર્ય કરતા સદા અમે રે જાતા કંટાળી
છાશ વલોવ્યા વિના મળે ખાવા માખણ, અમે રહીએ એ આશાથી સદા બંધાઈ
સુખી થવા ફાફા મારતા, વાત કરતા સદા દુઃખથી દૂર રહેવાની
જૂઠના દરિયામાં ડૂબકી મારતા, વાત કરીએ સત્યને પચાવવાની
બદલાયું બધું રે આ જગમાં, બદલાયું બધું જીવનમાં, ના બદલી અમારી રીત જીવન જીવવાની
- સંત શ્રી અલ્પા મા
karavō saṁgharṣa jīvanamāṁ nathī rē gamatō, mīṭhā phala khāvānī āśā haiyēthī nathī rē chōḍātī
khāvā chē mīṭhā phala tō prabhu, kācā ē phala pākē ēṭalī rāha nathī rē jōvātī
kāma karyā vagara malē phala khāvā mīṭhā amanē, rahīē amē ē āśāthī sadā baṁdhāī
lāgē bhūkha tyārē āvīnē kōī kōliyā khavaḍāvī jāya, ālasanā raṁgathī gayā chīē ēvā rē raṁgāī
karavuṁ kāṁī amanē gamatuṁ nathī, raḍavuṁ amanē pasaṁda nathī, karīē chīē jīta vagaranī laḍāī
sukha bhōgavavuṁ chē rē jīvanamāṁ, sārā kārya karatā sadā amē rē jātā kaṁṭālī
chāśa valōvyā vinā malē khāvā mākhaṇa, amē rahīē ē āśāthī sadā baṁdhāī
sukhī thavā phāphā māratā, vāta karatā sadā duḥkhathī dūra rahēvānī
jūṭhanā dariyāmāṁ ḍūbakī māratā, vāta karīē satyanē pacāvavānī
badalāyuṁ badhuṁ rē ā jagamāṁ, badalāyuṁ badhuṁ jīvanamāṁ, nā badalī amārī rīta jīvana jīvavānī
|
Explanation in English
|
|
We do not like to struggle in life, yet the hope of eating sweet fruits is never dropped from our hearts.
We want to eat sweet fruits, O Lord, but we do not have the patience to wait for those raw fruits to ripen.
We remain forever bound to the hope that we will get sweet fruits to eat without doing any work.
When hunger strikes, someone should come and feed us directly—we are so completely dyed in the colors of laziness.
We do not like to do anything, yet we do not like to cry either; we are fighting a battle without any victory.
We want to enjoy luxury and pleasure in life, yet we constantly grow bored of doing good deeds.
We remain forever bound to the hope that we will get butter to eat without ever churning the buttermilk.
We wander around aimlessly to find happiness, yet we always talk about staying far away from pain.
Diving deep into the ocean of falsehoods, we proudly talk about swallowing and accepting the truth.
Everything changed in this world, everything changed in life, yet we never changed our way of living life.
|