View Hymn (Bhajan)
Hymn No. 1904 | Date: 13-Dec-19961996-12-131996-12-13હળવા થવા ગયા હતા અમે, ભારે બનીને પાછા આવી ગયાSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=halava-thava-gaya-hata-ame-bhare-banine-pachha-avi-gayaહળવા થવા ગયા હતા અમે, ભારે બનીને પાછા આવી ગયા
ગયા હતા સંજોગોનો સામનો કરવા, મેદાન છોડીને ભાગી આવ્યા
વાતો ને વાતોમાં તો અમે બધું, કહેતા ને કરતા ગયા
આવ્યો સમય જ્યારે સામનો કરવાનો, ત્યારે અમે ડરી રે ગયા
કાચી પાકી સમજણ અમારી, સ્થિર અમે ના રહી શક્યા
અનુભવ વિનાના અમે વાસ્તવિકતાથી, સદા દૂર ફરતા રહ્યા
મળ્યો મોકો જ્યારે જીવનમાં, આંખ આડા કામ કરતા રહ્યા
ખોટી હિંમતનો દાવો કર્યો ખૂબ મોટો, પણ વધારે એને ચલાવી ના શક્યા
ખુદની હોશિયારીમાં અહં જગાવી, નાજુક દિલો પર વાર કરતા રહ્યા
આવી ગયા જ્યાં સમબળિયા સામે, નજર અમે ત્યાં નજરથી મિલાવી ના શક્યા
હળવા થવા ગયા હતા અમે, ભારે બનીને પાછા આવી ગયા