હર એકે જીવનમાં, પહેર્યો એક નકાબ છે (2)
નથી કોઈ નકાબ વગરનો માનવી આ દુનિયામાં, હર એકે...
છુપાવવા પોતાની કમજોરી, કર્યો સહુ કોઈએ પ્રયાસ છે
કમજોરીને મિટાવવા, હિંમતનો જ્યાં અભાવ છે, હર એક...
આંસુને છુપાવવા કોઈએ હાસ્યનો, તો હાસ્યને છુપાવવા, આંસુનો પહેર્યો નકાબ છે
કોઈએ પ્રશંસાની ચાહમાં, તો કોઈએ જીવનના વ્યવહારમાં પહેર્યો નકાબ છે
છુપાવવા પોતાની જાતને, કરવા ઊભી ખોટી પ્રતિભા પોતાની, પહેર્યો નકાબ છે
છે ખબર આની તો સહુને જગમાં, તોય ઉઠાવવામાં નકાબને રહ્યા બધા નાકામયાબ છે
આવે છે પ્રભુ તારી પાસે, તોય રહ્યા એ તારાથી અજાણ છે
આપીને આ નકાબ પ્રભુએ, માનવી પર કર્યો મોટો ઉપકાર છે
- સંત શ્રી અલ્પા મા
hara ēkē jīvanamāṁ, pahēryō ēka nakāba chē (2)
nathī kōī nakāba vagaranō mānavī ā duniyāmāṁ, hara ēkē...
chupāvavā pōtānī kamajōrī, karyō sahu kōīē prayāsa chē
kamajōrīnē miṭāvavā, hiṁmatanō jyāṁ abhāva chē, hara ēka...
āṁsunē chupāvavā kōīē hāsyanō, tō hāsyanē chupāvavā, āṁsunō pahēryō nakāba chē
kōīē praśaṁsānī cāhamāṁ, tō kōīē jīvananā vyavahāramāṁ pahēryō nakāba chē
chupāvavā pōtānī jātanē, karavā ūbhī khōṭī pratibhā pōtānī, pahēryō nakāba chē
chē khabara ānī tō sahunē jagamāṁ, tōya uṭhāvavāmāṁ nakābanē rahyā badhā nākāmayāba chē
āvē chē prabhu tārī pāsē, tōya rahyā ē tārāthī ajāṇa chē
āpīnē ā nakāba prabhuē, mānavī para karyō mōṭō upakāra chē
|