View Hymn (Bhajan)
Hymn No. 648 | Date: 20-Mar-19941994-03-201994-03-20હશે ભાવ જેવા તારા, પ્રતિભાવ એવા તો તને મળશે, હશે ભાવના જેવી, ભાથું તારું એવું બંધાશેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=hashe-bhava-jeva-tara-pratibhava-eva-to-tane-malashe-hashe-bhavana-jeviહશે ભાવ જેવા તારા, પ્રતિભાવ એવા તો તને મળશે, હશે ભાવના જેવી, ભાથું તારું એવું બંધાશે,
હશે દૃષ્ટિ જેવી, સૃષ્ટિ એવી દેખાશે, હશે વ્યવહાર જેવો, પ્યાર એવો તો તને મળશે
હશે વિશ્વાસ જેટલો પ્રભુ પાસે તારો એટલા રહેશે, હશે પોકાર જેવો પ્રતિસાદ તને એવો મળશે,
હશે ધીરજ જેટલી શાંતિ વધારે મળશે, હશે શ્વાસ જેટલા જીવન એટલો જ જીવાશે
હશે દયા જેટલી દિલમાં દયા એટલી તને મળશે, હશે કરૂણા આંખોમાં પ્યાર એટલો તને મળશે,
હશે પ્રેમ જો દિલમાં વેરઝેર મટી જાશે, હશે શ્રદ્ધા જો તારા હૈયામાં, શંકા બધી દૂર થઈ જાશે
હશે વિચાર જેવા આકાર એવા દેખાશે, હશે પ્રીત દિલમાં જો પથ્થર પણ તારી સામે પીગળી જાશે,
હશે વિનય ને વિવેક જ્યાં સાચી સમજણ તો ત્યાં હશે, સાચી સમજ હશે જ્યાં સુખ ત્યાં તો હશે,
હશે વિશ્વાસ ભર્યા યત્નો જ્યાં, ત્યાં પુરુષાર્થ મંજિલ કદમ તો એના ચુંબશે
હશે પ્રભુપર પ્રેમ જો ગહેરો, હશે પોકાર દિલનો, પ્રગટ ત્યાં તો પળમાં થઈ જાશે
હશે ભાવ જેવા તારા, પ્રતિભાવ એવા તો તને મળશે, હશે ભાવના જેવી, ભાથું તારું એવું બંધાશે