View Hymn (Bhajan)
Hymn No. 649 | Date: 20-Mar-19941994-03-201994-03-20મસ્તીથી મારી રે, મજાકથી મારી રે, હૈયું કોઈનું દુઃખી થઈ જાશે, ખ્યાલ એવો તો ના હતોSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=mastithi-mari-re-majakathi-mari-re-haiyum-koinum-duhkhi-thai-jashe-khyalaમસ્તીથી મારી રે, મજાકથી મારી રે, હૈયું કોઈનું દુઃખી થઈ જાશે, ખ્યાલ એવો તો ના હતો,
મસ્તીને મજાકના એ દોરમાં છલકાઈ જાશે અભિમાન ના જામ, ખ્યાલ આવો તો ના હતો,
હાસ્ય ને આનંદની એ સભાનું પરિવર્તન શોકમય બની જાશે, આવો તો ખ્યાલ ન હતો,
આનંદના એ મોસમમાં છવાઈ જાશે ગમ વિષાદના વાદળા, ખ્યાલ આવો તો ના હતો,
નાસમજીને સમજાવી રે, જાશે ચિત્તનું લૂંટી ચેન, બેચેન એ કરી જાશે, ખ્યાલ આવો તો ના હતો
દિલ પર છવાઈ જવાને બદલે નજરમાંથી કોઈની ઉતરી જાશું, ખ્યાલ આવો તો ના હતો,
શબ્દની આપલેમાં ચૂકી જવાશે શબ્દ પરનો અંકુશ, ખ્યાલ આવો તો ના હતો,
ભરવા જતા ઝખમ કોઈનો, ખાવો પડશે ગહેરો ઝખમ દિલપર, ખ્યાલ આવો તો ના હતો,
આનંદની એ ક્ષણોના ગણશે મતલબ કાંઈ જૂદો, ખ્યાલ આવતો ના હતો
દર્દ ભૂલતા ભુલાવતા, દર્દભર્યો તાર છેડાઈ જાશે, ખ્યાલ આવો તો ના હતો
મસ્તીથી મારી રે, મજાકથી મારી રે, હૈયું કોઈનું દુઃખી થઈ જાશે, ખ્યાલ એવો તો ના હતો