View Hymn (Bhajan)
Hymn No. 4527 | Date: 02-May-20162016-05-022016-05-02હે પરમેશ્વરા, એક તું ઈશ્વરા, હૃદયમાં ગુંજેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=he-parameshvara-eka-tum-ishvara-hridayamam-gunjeહે પરમેશ્વરા, એક તું ઈશ્વરા, હૃદયમાં ગુંજે
આજે એક રે અવાજ, એક તું હી ઓમકારા ...
નીરખે નયન રે મારાં સઘળે તને રે, પ્રતિ સાદ તારો આપનારા
જગતમાં નીરખે નયનો અમારાં તને આજ રે, એક તું હી ઓમકારા
નજરમાં વસનારા, ચરાચરમાં ભ્રમણ કરનારા, આકારમાં નિરાકાર બની રહેનારા
નિરાકારમાંથી આકાર બની પ્રગટ થનારા, એક તું ઓમકારા
પૂર્ણ પ્રેમ ને પૂર્ણ શાંતિનાં સ્પંદન કરાવનારા, એક તું ઓમકાર
પૂર્ણતાને તું અર્પણ કરનારા, પૂર્ણમાં પૂર્ણ બની રહેનારા, એક ...
હે પરમેશ્વરા, એક તું ઈશ્વરા, અનોખી લીલા રચનારા
ભાંગીને ભ્રમણા બધી, આનંદના રંગે રંગનારા, એક તું ઓમકારા
સઘળા અંધકાર હરનારા, સત્યના પ્રકાશ પાથરનારા, એક તું ઓમકારા
શ્વાસોમાં ગુંજનારા, દિવ્ય નાદનું ગુંજન સતત કરનારા, એક તું ઓમકારા
હે પરમેશ્વરા, એક તું ઈશ્વરા, હૃદયમાં ગુંજે