View Hymn (Bhajan)
Hymn No. 4526 | Date: 02-May-20162016-05-022016-05-02હે વિશ્વશાંતિના રે પંખી, કરો તમે પ્રયાણ રે ઊંડા તમે પ્રભુ મુક્ત આકાશેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=he-vishvashantina-re-pankhi-karo-tame-prayana-re-unda-tame-prabhu-muktaહે વિશ્વશાંતિના રે પંખી, કરો તમે પ્રયાણ રે ઊંડા તમે પ્રભુ મુક્ત આકાશે
પ્રભુપ્રેમનો અમીરસ પાઈને રે, સહુનું કરો તમે જગત કલ્યાણ રે ...
પ્રભુના સંદેશા લઈ લઈને જાઓ તમે, હૃદયે પ્રદેશ આજ રે, હે વિશ્વશાંતિ...
ખોલ્યાં પાંજરાં અમારાં રે, કર્યા મુક્ત તમને રે, જ્યાં પ્રભુએ ત્યાં બાંધ્યા ના છે કોઈ બાંધ રે
સહુનાં દુઃખદર્દે દુઃખી થનારા, યાતના હૃદયમાં તમે અન્યની સહેનારા, હે ...
પામે સહુ પ્રભુને, સમજે સહુ એને, એ યત્નમાં તમે સતત રહેનારા
પ્રભુના ઇશારે ચાલનારા, પ્રભુનાં કાર્ય કરનારા, જગ ના સમજે તોય ના અટકનારા ...
અશ્રુધારા વહે ક્યારે ક આંખોથી, તો ક્યારે ક, હૃદયમાં યાતના સહુની હરનારા
ટળ્યા જ્યાં જન્મફેરા તમારા, વિહરો પ્રભુના દિવ્ય આકારમાં રે કરો ...
નિત્ય કરો ને કરાવો પ્રભુના પ્રેમના પાન રે, હે વિશ્વશાંતિના રે પંખી
હે વિશ્વશાંતિના રે પંખી, કરો તમે પ્રયાણ રે ઊંડા તમે પ્રભુ મુક્ત આકાશે