View Hymn (Bhajan)
Hymn No. 4665 | Date: 03-Feb-20182018-02-032018-02-03હિમાલયની ચંચળતા જે હરે છે, ખારા સાગરને મીઠો બનાવે છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=himalayani-chanchalata-je-hare-chhe-khara-sagarane-mitho-banave-chheહિમાલયની ચંચળતા જે હરે છે, ખારા સાગરને મીઠો બનાવે છે
અસહ્ય વેદના જે હરે છે, ભવ બંધનમાંથી જે મુક્ત કરે છે
કર્મની અવિરત ગતિને પણ, જે રોકી પરિવર્તિત કરે છે
સતત ચાલતા મંથનમાંથી, જે અમૃતનું પાન કરાવે છે
નિરર્થકતાને જે સાર્થકતા આપે છે, સાર્થકતામાં સમર્થતા ભરે છે
કાળની ગતિ ને જે પરિવર્તિત કરી, કાળથી જે પર કરે છે
અસત્યનાં આવરણ હરીને, સતત જે સત્યનો સંકેત કરે છે
જે સઘળા ભેદ-વહેમ મિટાવે છે, જે ઉત્તરોત્તર ઉત્તમ બનાવે છે
કરીને વિચાર કહો તમે, એ કોણ કરે છે, એ કોણ કરે છે?
સંતોની દૃષ્ટિ માત્ર આ બધું તો કરે છે
હિમાલયની ચંચળતા જે હરે છે, ખારા સાગરને મીઠો બનાવે છે