View Hymn (Bhajan)
Hymn No. 4664 | Date: 30-Dec-20172017-12-302017-12-30શ્વાસોની સરગમ પર ધડકન પૂરે તાલ, હોય ને રહે તમારો ખ્યાલSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=shvasoni-saragama-para-dhadakana-pure-tala-hoya-ne-rahe-tamaro-khyalaશ્વાસોની સરગમ પર ધડકન પૂરે તાલ, હોય ને રહે તમારો ખ્યાલ
બને જીવન જ્યારે એવું ત્યારે, નિત્ય ઊડે ત્યાં ઉમંગના ગુલાલ
મહેકે જીવન એવું રે ત્યાં, મહેકી ઊઠે બધા બાગ ને બગિયાન
રમાય રાસ ત્યાં તો નિત્ય રે એવા, ને ગુંજે ત્યાં તો દિવ્ય ગાન
ના રહે ખ્યાલ કોઈ સમયનો, વાગે મૃદંગ ડમરું ને નાચે સહુ એક તાલ
હસ્તી હોવા છતાંય રહે ના, કંઈ હસ્તીનું રે ભાન
રમઝટ જાગે ત્યાં તો એવી, કે પૂરે તું બંસુરીમાં રે પ્રાણ
કૂંકે કૂંક તું એવી રે કે, જડ પણ ચેતન બની બન ગુલતાન
વૃંદાવન બને જ્યાં હૈયું ત્યાં, દૂર ના રહે રાધારાણી ને ઘનશ્યામ
મહેકે આવા ગુલાબ જ્યાં, ત્યાં પ્રભુ ના રહે કોઈથી પણ દૂર
શ્વાસોની સરગમ પર ધડકન પૂરે તાલ, હોય ને રહે તમારો ખ્યાલ