View Hymn (Bhajan)
Hymn No. 4892 | Date: 13-Mar-20212021-03-132021-03-13જાણે છે તું બધું, તું કોઈ વસ્તુથી અજાણ નથીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jane-chhe-tum-badhum-tum-koi-vastuthi-ajana-nathiજાણે છે તું બધું, તું કોઈ વસ્તુથી અજાણ નથી
હજારો જખમ મારા શરીરમાં છે, એક એક જખમ તું જાણે છે
રાહ તું પણ જોતો નથી, રાહ હું પણ જોતી નથી
શરીરનો અંત થવાનો હશે ત્યારે થશે, તેને કરવું હશે ત્યારે થશે
પળપળ જખમ વધી રહ્યા છે, દર્દ સહેવું અસહ્ય થઈ રહ્યું છે
શક્તિ તું આપે છે, જ્યાં સુધી સહન કરવાનું છે,
ત્યાં સુધી સહન કરાવે છે
પ્રભુ તારો આભાર, બધું જ તેં આપ્યું, તારો આભાર
જાણે છે તું બધું, તું કોઈ વસ્તુથી અજાણ નથી