જેમ જેમ આવવા ચાહું તારી પાસ,
તેમ તેમ તું તો લાગે દૂર ને દૂર, લાગે દૂર ને દૂર
ના કર મને તું, કર ના તું મને એટલી મજબૂર
રહી નહીં શકું તારાથી તો હું દૂર પ્રભુ, તારાથી તો દૂર
પ્રીત જગાવી હૈયામાં રે મારા, તું ક્યાં છુપાણો
પ્રેમના તાર જોડીને હૈયામાં, તું ક્યાં છુપાણો
ઓ મારા પ્રભુ, મારા વહાલા, ન કર તું મને એટલી મજબૂર
ખેલ ખેલવાના તું તો હવે છોડ,
સ્વીકારી મેં તો મારી હાર પ્રભુ, હવે તો ના કર મને મજબૂર
આવીજા પાસે મારી કે મને બોલાવી લે તારી પાસ
હવે નથી રહેવાતું તારા વિણ, મને જોઈએ તારો સાથ
પ્રભુ હટાવી દે મારા અંતરમાંથી તું અંતર
મને કરી લે સ્વીકાર સેવક તરીકે, તોડ આ અંતર
- સંત શ્રી અલ્પા મા
jēma jēma āvavā cāhuṁ tārī pāsa,
tēma tēma tuṁ tō lāgē dūra nē dūra, lāgē dūra nē dūra
nā kara manē tuṁ, kara nā tuṁ manē ēṭalī majabūra
rahī nahīṁ śakuṁ tārāthī tō huṁ dūra prabhu, tārāthī tō dūra
prīta jagāvī haiyāmāṁ rē mārā, tuṁ kyāṁ chupāṇō
prēmanā tāra jōḍīnē haiyāmāṁ, tuṁ kyāṁ chupāṇō
ō mārā prabhu, mārā vahālā, na kara tuṁ manē ēṭalī majabūra
khēla khēlavānā tuṁ tō havē chōḍa,
svīkārī mēṁ tō mārī hāra prabhu, havē tō nā kara manē majabūra
āvījā pāsē mārī kē manē bōlāvī lē tārī pāsa
havē nathī rahēvātuṁ tārā viṇa, manē jōīē tārō sātha
prabhu haṭāvī dē mārā aṁtaramāṁthī tuṁ aṁtara
manē karī lē svīkāra sēvaka tarīkē, tōḍa ā aṁtara
|