View Hymn (Bhajan)
Hymn No. 3055 | Date: 11-Dec-19981998-12-111998-12-11જીવન છે મારું પ્રભુ તારા પ્યારનું પયમાનું, બનાવવું નથી મારે એને દર્દખાનુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jivana-chhe-marum-prabhu-tara-pyaranum-payamanum-banavavum-nathi-mareજીવન છે મારું પ્રભુ તારા પ્યારનું પયમાનું, બનાવવું નથી મારે એને દર્દખાનું
ચાહત છે તારી મારા હૈયાનું મીઠું સંભારણું, ખોવું નથી એને ગોતીને નવું બહાનું
આપ્યું છે તે જીવનમાં મને ઘણું ઘણું, જેનાથી રહેવું નથી મારે અજાણ્યું
ભૂલી ગયો છું જીવનમાં હું તો બધું, કરવું છે યાદ તારા પ્યારનું ગાણું
દીવાનગી છે દિલમાં મારા તો સદાય, બનવું છે પ્રભુ તારા પ્યારમાં મારે દીવાનું
જીવન મળ્યું છે એટલે જીવવું પડશે, નથી રાખવું કોઈ એવા વિચારોનું ભાણું
જીવન તો છે પ્રભુ તારા પ્યારનું પયમાનું, પીવું છે એને પ્યારથી ધીમું ધીમું
મળ્યું છે જીવન તારી કૃપા, આ જીવન મને બીજીવાર નથી મળવાનું
મળ્યું છે જીવન જે કાજ માટે, એ કાર્ય મારે છે પૂરું કરવાનું
તારા પ્યાર ભર્યા જામથી, છલોછલ છે મારે ભરવાનું, કે જીવન છે મારું …
જીવન છે મારું પ્રભુ તારા પ્યારનું પયમાનું, બનાવવું નથી મારે એને દર્દખાનું