View Hymn (Bhajan)
Hymn No. 588 | Date: 07-Jan-19941994-01-071994-01-07જીવે છે તો સૌ કોઈ જીવનમાં, જિંદગી સહુને અનુભવ અલગ અલગ આપતી જાય છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jive-chhe-to-sau-koi-jivanamam-jindagi-sahune-anubhava-alaga-alaga-apatiજીવે છે તો સૌ કોઈ જીવનમાં, જિંદગી સહુને અનુભવ અલગ અલગ આપતી જાય છે
કોઈને લાગે છે ખૂબ પ્યારી, તો કોઈને લાગે છે એક દુઃખભરી કહાની
આપી પ્યાર પોતાના પ્રત્યે પ્રેમ જગાવી જાય છે, જિંદગી તો સહુને કાંઈ નવુંનવું આપતી જાય છે,
નથી લેતી એ કાંઈ, બસ હરક્ષણે એક નવી ભેટ એ તો આપતી જાય છે
છે દયાવાન આ જિંદગી તો પણ, ક્યારેક કોઈની નફરતની નિશાની બની જાય છે
અમૃત ભરેલો પ્યાલો પીવાને બદલે કોઈ ઢોળી એને દે છે, કોઈ પ્રેમથી પી જાય છે
છે હજાર રંગ એના, નથી ખબર એનો કયો રંગ કોઈને આનંદતો કોઈને ઉદાસી આપી જાય છે,
અનુભવ મળતા મળતા કોઈ એવો અનુભવ મળી જાય છે, સાર જીવનનો સમજાવી જાય છે, જિંદગી……
કોઈને દુઃખમાં પણ સુખ તો કોઈને સુખમાં પણ દુઃખ આપી એ જાય છે
કોઈને ભટકાવતી ને ભમાવતી જાય છે, તો કોઈને રાહ પર ચાલવાનું શીખવી એ જાય છે
જીવે છે તો સૌ કોઈ જીવનમાં, જિંદગી સહુને અનુભવ અલગ અલગ આપતી જાય છે