View Hymn (Bhajan)
Hymn No. 589 | Date: 07-Jan-19941994-01-071994-01-07કોઈ જીત્યું કોઈ હાર્યું જીવનમાં, કહેવા માટે લોકોને એક બહાનું તો મળ્યુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=koi-jityum-koi-haryum-jivanamam-kaheva-mate-lokone-eka-bahanum-to-malyumકોઈ જીત્યું કોઈ હાર્યું જીવનમાં, કહેવા માટે લોકોને એક બહાનું તો મળ્યું
કોઈ રડ્યું તો કોઈ હસ્યું જીવનના ખેલથી, તો જગને જોવાનું એક બહાનું તો મળ્યું
કોઈ લડ્યું તો કોઈ ઝઘડ્યું, જીવનમાં કરીને તકરાર તો જગને સાંભળવાનું એક બહાનું તો મળ્યું,
કોઈ દુઃખી થયું તો કોઈ સુખી થયું, જીવનમાં કરેલા કાર્યથી પોતાના, તો જગને નિંદા કરવાનું બહાનું તો મળ્યું,
લાગી ગઈ આગ જ્યાં, સાથી સથવારામાં ત્યાં જગને હોળી પ્રગટાવવાનો મોકો તો મળ્યો,
કરી ભૂલ વર્તનમાં જ્યાં એક એવી, જગને તો ત્યાં ઘૃણા કરવાનું બહાનું તો મળ્યું
માયાના રંગથી રંગાયા સહુ કોઈ, પોતાના દોષ છુપાવવા, પ્રભુને ભુલવાનું એક બહાનું તો મળ્યું,
મળ્યું નહીં ભલે ચાહે જગમાં બીજું કાંઈ, કોઈને નથી કાંઈ પાસે એ કહેવાનુંય બહાનું તો મળ્યું,
ગુમાવ્યું ભલે માન, ગુમાવી પ્રતિષ્ઠા પોતાની, કરી બહાના બીજાનું અપમાન કરવા બહાનું તો મળ્યું,
અફસોસ થયો જ્યારે જીવન ગુમાવવાનો ત્યારે, પ્રભુને ફરિયાદ કરવાનું એક બહાનું તો મળ્યું
કોઈ જીત્યું કોઈ હાર્યું જીવનમાં, કહેવા માટે લોકોને એક બહાનું તો મળ્યું