View Hymn (Bhajan)
Sr No. 1692 | Date: 12-Aug-19961996-08-121996-08-12જો રે જરા તું મારા વિચાર ને આચાર જો, આવશે તને હસવું જરા તું મારા અંદાજ જોSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jo-re-jara-tum-mara-vichara-ne-achara-jo-avashe-tane-hasavum-jara-tumજો રે જરા તું મારા વિચાર ને આચાર જો, આવશે તને હસવું જરા તું મારા અંદાજ જો
હસું છું હું જીવનમાં અન્યની મૂર્ખાઈ પર, ને કરું છું હું ખુદ મૂર્ખાઈ કેટલી એ જરા તું જો
ખુદજ ખુદ પર કરું છું કેવા રે ઉપકાર, એવા કાર્યને મારા જરા તું ધ્યાનથી રે જો
મારા વિચારોના નવાનવા ખેલ જો, મન મારું નાચે છે કેવું એના જરા નાચ જો
હૈયે જાગતા ભરતી ને ઓટ જાગે છે એ કેમ ને કેવી રીતે એ તું જો, આવશે મઝા તને તું જો
નહીં હસ્યો હોય પ્રભુ તું એટલો, હસીશ એટલો તું મને જોઈને, તું મને રે જો
અક્કલનું પ્રદર્શન કરું છું, નથી કોઈ બીજો જોવાવાળો પ્રભુ, તું તો જરા એને જો
હોશિયારીના હથિયારથી કરું છું ખુદને જ ઘાયલ, કેવી રીતે એ તું જરા જો
છે મઝા અનોખી મારી અદાઓની, નહીં જોવા મળે તને બીજે ક્યાંય જરા તું મને જો
નાસમજી, નાદાનિયત ને અજ્ઞાનતામાં રચ્યોપચ્યો છું હું કેવો, જરા તું મને તો જો
જો રે જરા તું મારા વિચાર ને આચાર જો, આવશે તને હસવું જરા તું મારા અંદાજ જો