MY DIVINE LOVE - Sant Sri Alpa Ma Bhajans
MY DIVINE LOVE - Sant Sri Alpa Ma Bhajans
View Hymn (Bhajan)

Hymn No. 1691 | Date: 12-Aug-19961996-08-12નાદાન છું હું પ્રભુ, તું ના કાંઈ નાદાન છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=nadana-chhum-hum-prabhu-tum-na-kami-nadana-chheનાદાન છું હું પ્રભુ, તું ના કાંઈ નાદાન છે

કરશે ને કરે છે જે તું, એમાં તો ઘણુંઘણું સાર છે

હોય અયોગ્ય વ્યવહાર મારો, પણ તારો વ્યવહાર તો સદા યોગ્ય છે

ના સમજું હું જેને તે ક્ષણે, પાછળથી સમજાય તારો ભેદ છે

છે કૃપા કેટલી તારી મારા પર, મોડેથી પણ આવે એનો મને ખ્યાલ છે

હોય કેવા બી સંજોગો તોય તું, એનાથી ના ગભરાય છે

સંજોગો પ્રમાણે વર્તનની સૂચના, સદા તું મને આપતો જાય છે

કરું હું ઘણી ભૂલો તોય, સ્થિરતા તું તારી ના ગુમાવે છે

અડગ ને સ્થિર રહેવાનું છે જીવનમાં, એ સતત કહેતો જાય છે

કરું હું ગાંડપણ તોય તું મને સુધારતો જાય છે, નાદાન છું હું …

નાદાન છું હું પ્રભુ, તું ના કાંઈ નાદાન છે
View Original
Increase Font Decrease Font
 
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

nādāna chuṁ huṁ prabhu, tuṁ nā kāṁī nādāna chē

karaśē nē karē chē jē tuṁ, ēmāṁ tō ghaṇuṁghaṇuṁ sāra chē

hōya ayōgya vyavahāra mārō, paṇa tārō vyavahāra tō sadā yōgya chē

nā samajuṁ huṁ jēnē tē kṣaṇē, pāchalathī samajāya tārō bhēda chē

chē kr̥pā kēṭalī tārī mārā para, mōḍēthī paṇa āvē ēnō manē khyāla chē

hōya kēvā bī saṁjōgō tōya tuṁ, ēnāthī nā gabharāya chē

saṁjōgō pramāṇē vartananī sūcanā, sadā tuṁ manē āpatō jāya chē

karuṁ huṁ ghaṇī bhūlō tōya, sthiratā tuṁ tārī nā gumāvē chē

aḍaga nē sthira rahēvānuṁ chē jīvanamāṁ, ē satata kahētō jāya chē

karuṁ huṁ gāṁḍapaṇa tōya tuṁ manē sudhāratō jāya chē, nādāna chuṁ huṁ …

Increase Font Decrease Font

Explanation in English
I am immature Oh God, you are not immature.

What you are doing and what you do, in that there are plenty of morals.

My behaviour may be inappropriate, but your behaviour is always correct.

If I don’t understand it in that moment, later on I understand the secret.

Your grace on me is so tremendous, I realise it even if it is late.

No matter whatever are the circumstances, you are never scared of them.

You always teach me how to act according to the situation.

I do lot of mistakes yet you do not lose your stability.

I have to remain steady and stable in life, that is what your stability teaches me.

I may behave insanely yet you keep on correcting me.