જોતા તારો ચહેરો પ્રભુ, ભટકતું મારું મન તો સ્થિર થઈ જાય છે
ગમગીન દિલ મારું, ભૂલી દુઃખને, મસ્તીમાં ખોવાઈ જાય છે
બેખુદીમાં ત્યારે પ્રભુ, મુખેથી વાહ-વાહ નીકળી જાય છે
નથી હોતો ત્યાં કોઈ કહેનાર કે સાંભળનાર, તોય કાંઈ આપલે થઈ જાય છે
થઈ શું આપલે, એની ખબર અન્યને શું, પોતાને પણ ના થાય છે
ભૂલી હોશ મારા, મધહોશ હું થઈ જાઉં છું, બધું ત્યાં હું ભૂલી જાઉં છું
વગર સાધનાએ, ફળ જ્યાં આવા સુંદર મળી જાય છે
એ સુંદરતામાં સૂધબૂધ મારી ખોઈને, મન મારું મસ્ત બની જાય છે
મળી ગયું જીવનમાં બધું, સંતોષ એ ગહેરો અનુભવાય છે
વગર કિસ્તીએ મળી ગયો કિનારો, એવું ત્યારે થાય છે
- સંત શ્રી અલ્પા મા
jōtā tārō cahērō prabhu, bhaṭakatuṁ māruṁ mana tō sthira thaī jāya chē
gamagīna dila māruṁ, bhūlī duḥkhanē, mastīmāṁ khōvāī jāya chē
bēkhudīmāṁ tyārē prabhu, mukhēthī vāha-vāha nīkalī jāya chē
nathī hōtō tyāṁ kōī kahēnāra kē sāṁbhalanāra, tōya kāṁī āpalē thaī jāya chē
thaī śuṁ āpalē, ēnī khabara anyanē śuṁ, pōtānē paṇa nā thāya chē
bhūlī hōśa mārā, madhahōśa huṁ thaī jāuṁ chuṁ, badhuṁ tyāṁ huṁ bhūlī jāuṁ chuṁ
vagara sādhanāē, phala jyāṁ āvā suṁdara malī jāya chē
ē suṁdaratāmāṁ sūdhabūdha mārī khōīnē, mana māruṁ masta banī jāya chē
malī gayuṁ jīvanamāṁ badhuṁ, saṁtōṣa ē gahērō anubhavāya chē
vagara kistīē malī gayō kinārō, ēvuṁ tyārē thāya chē
|