તડપે છે, તડપે છે, તડપે છે, હર એક દિલ પ્યાર કાજે તડપે છે
તરસે છે, તરસે છે, તરસે છે, હર એક દિલ પ્યાર કાજે તરસે છે
વેરની જ્વાળામાં જલતું દિલ પણ, પ્યાર પામવા માટે તરસે છે
હોય ભલે એ સારું કે હોય ભલે એ ખરાબ, પણ હર એક દિલ પ્યાર કાજે તરસે છે
ઈર્ષા ને ક્રોધની અગ્નિમાં સળગતું દિલ પણ પ્યાર ચાહે છે, પ્યાર કાજે તરસે છે
હશે એ નાનું કે હશે એ મોટું, પ્યાર માટે એ સદા ભટકતું રહ્યું છે
હોય કોઈ ધનવાન કે હોય ગરીબ, દિલ તો બસ પ્યાર ને પ્યાર ચાહે છે
હોય વર્તન એનું યોગ્ય કે અયોગ્ય, ના એ વર્તનને જુએ છે, દિલ તો બસ પ્યાર ચાહે છે
છે પ્યાર તો દિલનો આહાર, ના કોઈ એમાં ઉપવાસી રહેવા માગે છે
છે એ નિશાની તારા વાસની રે પ્રભુ, જ્યાં હર એક દિલમાં તું વસે છે
- સંત શ્રી અલ્પા મા
taḍapē chē, taḍapē chē, taḍapē chē, hara ēka dila pyāra kājē taḍapē chē
tarasē chē, tarasē chē, tarasē chē, hara ēka dila pyāra kājē tarasē chē
vēranī jvālāmāṁ jalatuṁ dila paṇa, pyāra pāmavā māṭē tarasē chē
hōya bhalē ē sāruṁ kē hōya bhalē ē kharāba, paṇa hara ēka dila pyāra kājē tarasē chē
īrṣā nē krōdhanī agnimāṁ salagatuṁ dila paṇa pyāra cāhē chē, pyāra kājē tarasē chē
haśē ē nānuṁ kē haśē ē mōṭuṁ, pyāra māṭē ē sadā bhaṭakatuṁ rahyuṁ chē
hōya kōī dhanavāna kē hōya garība, dila tō basa pyāra nē pyāra cāhē chē
hōya vartana ēnuṁ yōgya kē ayōgya, nā ē vartananē juē chē, dila tō basa pyāra cāhē chē
chē pyāra tō dilanō āhāra, nā kōī ēmāṁ upavāsī rahēvā māgē chē
chē ē niśānī tārā vāsanī rē prabhu, jyāṁ hara ēka dilamāṁ tuṁ vasē chē
|