View Hymn (Bhajan)

Hymn No. 1913 | Date: 23-Dec-19961996-12-23જોઉં છું પ્રભુ તને ત્યાં બીજું કાંઈ જોવાનું મન થાતું નથીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=joum-chhum-prabhu-tane-tyam-bijum-kami-jovanum-mana-thatum-nathiજોઉં છું પ્રભુ તને ત્યાં બીજું કાંઈ જોવાનું મન થાતું નથી

મારી નજરમાં વસી ગયો છે તું એવો કે અન્ય નજારો મને ખેંચી શકતો નથી

વસે છે પ્રભુ તું અણુ અણુમાં, એ વાતનો અસ્વીકાર નથી

તોય પ્રભુ તારું મુખારવિંદ જોયા વગર ચેન મને પડતું નથી

વસી ગયો છે તારો એકરૂપ હૈયે, જેના વગર મને ચાલતું નથી

છે ચેન એ જ મારું એના વિના મારી બેચેની મટતી નથી

દર્દ બી મારું એ જ છે એના સિવાય દવા મારી કોઈ નથી

રહે એ નજર સામે ને સામે મારી, બસ એના વિના નજરને કાંઈ જોવું નથી

બંદગી છે એ મારી એના સિવાય જિંદગી મારી જિંદગી નથી

પામ્યો છે પ્યાર પ્રભુ તારો દિલ તો મારું હવે અન્ય કાંઈ એને જોઈતું નથી

જોઉં છું પ્રભુ તને ત્યાં બીજું કાંઈ જોવાનું મન થાતું નથી

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

jōuṁ chuṁ prabhu tanē tyāṁ bījuṁ kāṁī jōvānuṁ mana thātuṁ nathī

mārī najaramāṁ vasī gayō chē tuṁ ēvō kē anya najārō manē khēṁcī śakatō nathī

vasē chē prabhu tuṁ aṇu aṇumāṁ, ē vātanō asvīkāra nathī

tōya prabhu tāruṁ mukhāraviṁda jōyā vagara cēna manē paḍatuṁ nathī

vasī gayō chē tārō ēkarūpa haiyē, jēnā vagara manē cālatuṁ nathī

chē cēna ē ja māruṁ ēnā vinā mārī bēcēnī maṭatī nathī

darda bī māruṁ ē ja chē ēnā sivāya davā mārī kōī nathī

rahē ē najara sāmē nē sāmē mārī, basa ēnā vinā najaranē kāṁī jōvuṁ nathī

baṁdagī chē ē mārī ēnā sivāya jiṁdagī mārī jiṁdagī nathī

pāmyō chē pyāra prabhu tārō dila tō māruṁ havē anya kāṁī ēnē jōītuṁ nathī
Explanation in English Increase Font Decrease Font

When I see you Oh Lord, then I don’t feel like seeing anything else.

You are constantly in my sight in such a way that no other scene is able to grab my attention.

You reside in each and every atom Oh God, I do not deny that fact.

Still I do not get peace without seeing your lovely face.

Your one form has established itself in my heart without which I cannot do.

It is my means of peace; without that I am completely restless.

It is also my pain and it is also my medicine.

Please remain in front of my eyes always; I do not want to see anything else apart from that.

It is my bond with you; without that my life is not worth living.

My heart has achieved your love Oh God, now it does not want anything else.