View Hymn (Bhajan)
Hymn No. 2131 | Date: 27-May-19971997-05-271997-05-27જ્યારે મને મારી વાતોમાં, અભિમાનનો રણકાર સંભળાય છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jyare-mane-mari-vatomam-abhimanano-ranakara-sambhalaya-chheજ્યારે મને મારી વાતોમાં, અભિમાનનો રણકાર સંભળાય છે
જીવનમાં ત્યારે મને મારા, ઘણુંઘણું ખૂટતું હોય એવો અહેસાસ થાય છે
અન્યના વર્તન પર જ્યારે, મારું હાસ્ય છલકી જાય છે
ભરી છે મારામાં હજી ઘણી ઘણી અધૂરપ, આ અહેસાસ દિલને થાય છે
હૈયામાં ત્યારે એક હલકો સો ડર પેસી જાય છે
ના થઇ જાય મારો વાલો ક્યાંક મારાથી દૂર, એ ચિંતામાં દિલ ડૂબી જાય છે
ખુદની ભૂલના ભોગી અન્યને, બનાવવાનું મન મને જ્યાં થાય છે
મારા હૈયાની શાંતિ એ જ ક્ષણે સંગ મારો છોડીને, દૂર ચાલી જાય છે
અવગુણોની અવરજવર જ્યાં, મારામાં વધતી ને વધતી જાય છે
પ્રભુ એજ ક્ષણે તું આવીને મને, પૂર્ણપણે સંભાળી જાય છે
તારી કૃપાના કારણે જીવનમાં મારા, મને મારો ખ્યાલ આવી જાય છે
બાકી તો વિત્યા કેટલાય જન્મ નકામા, તોય અફસોસ ક્યાં થાય છે
જ્યારે મને મારી વાતોમાં, અભિમાનનો રણકાર સંભળાય છે