View Hymn (Bhajan)
Hymn No. 3024 | Date: 05-Dec-19981998-12-051998-12-05જ્યારે સીમાને પોતાની સીમા સમજાઈ જાય છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jyare-simane-potani-sima-samajai-jaya-chheજ્યારે સીમાને પોતાની સીમા સમજાઈ જાય છે
ત્યારે સીમા, સીમા રહીતના ચરણે ચાલી જાય છે
હરએક બંધન ને તોડી, બધા બંધનથી મુક્ત થઈ જાય છે
રહેતું નથી એને કોઈ અડચણ, જ્યાં સીમા રહીતના ચરણે ચાલી જાય છે
મસ્તીને એની મંજિલ તો સાચી મળી, જાય છે જ્યાં સીમા
ભૂલીને બધું સાધવાનું છે, જે એની પ્રાપ્તિ એને થાય છે
સીમાઓ બધી ખતમ થઈ જાય છે, જ્યાં સીમા સમજાઈ જાય છે
મર્યાદા નામર્યાદાઓથી પહેલે પાર એ નીકળી જાય છે
ભૂલીને સુખ દુઃખ ને મસ્ત આનંદમાં એ સમાઈ જાય છે
સીમાને મળી જાય શરણું, સીમારહીતનું ત્યાં સમી એ જાય છે
જ્યારે સીમાને પોતાની સીમા સમજાઈ જાય છે