View Hymn (Bhajan)
Hymn No. 3023 | Date: 05-Dec-19981998-12-051998-12-05સંજોગોની લડાઈમાં, જીવનમાં હાર માની તું બેસી ના જાતોSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=sanjogoni-ladaimam-jivanamam-hara-mani-tum-besi-na-jatoસંજોગોની લડાઈમાં, જીવનમાં હાર માની તું બેસી ના જાતો
વિશ્વાસના દીપકને તારા, જીવનમાં તું બૂઝવા ના દેતો
આવે અણધાર્યા સંજોગો જીવનમાં, સામનો કરવો ના ભૂલતો
સંજોગોની સરગમમાં સંગીત, તું તારું ના ભૂલતો
ધાર્યુ આવે પરિણામ, છે વાત સારી, અન્યથા ના દુઃખી તું થાતો
દર્દભર્યા મળે જામ પીવા, એમાં દર્દી મન ને તું બનાવી ના જાતો
વિશ્વાસને ટકાવવો ને વિશ્વાસને વધારવો, કાર્ય એ ભૂલી ના જાતો
વિશ્વાસના શ્વાસે જીવનમાં ટકાવજે, ખાલી એમાં તું ના થાતો
દિવાનગીના નશામાં રે જે ભરપૂર તું, જીવનમાં ખાલી એમાં ના થાતો
સ્મરણ પ્રભુનું ના ભૂલતો, ખ્યાલોમાં ભ્રમને રહેવા ના દેતો
સંજોગોની લડાઈમાં, જીવનમાં હાર માની તું બેસી ના જાતો