View Hymn (Bhajan)
Hymn No. 3757 | Date: 30-Dec-19991999-12-301999-12-30કદમ કદમ પર જીવનમાં, જેને મળી રહ્યાં છે જીવનના મારSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kadama-kadama-para-jivanamam-jene-mali-rahyam-chhe-jivanana-maraકદમ કદમ પર જીવનમાં, જેને મળી રહ્યાં છે જીવનના માર
કરી શકશે શું બિચારો, જે જીવનના મારથી પડી જાશે બીમાર
હશે સ્ફૂર્તિ ને શક્તિ, તો મળશે મીઠા આવકાર
નહીં તો ધીરે ધીરે થાશે બંધ બધા રે દ્વાર
હકીકત છે આ તો કડવી, પણ જાણ્યા વિના નહીં ચાલે જરાય
પ્રયત્નને મળે છે સફળતા, સફળતાને મળે છે આવકાર
વિના પ્રયત્ન જીવનમાં, તું જીવશે કેમ જરા એ વિચાર
જીવવું છે તારે કેવું, વિચાર કરી, કર તું તારી જાતને તૈયાર
માર ખાઈને બેસવું નથી, હારનો કરવો નથી વિચાર
મંજિલ તરફ લક્ષ્ય રાખીને, વધવું છે આગળ, નથી રહેવું બીમાર
કદમ કદમ પર જીવનમાં, જેને મળી રહ્યાં છે જીવનના માર