View Hymn (Bhajan)
Hymn No. 3756 | Date: 30-Dec-19991999-12-301999-12-30અણસાર ના મળ્યો મને, અણસાર ના મળ્યોSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=anasara-na-malyo-mane-anasara-na-malyoઅણસાર ના મળ્યો મને, અણસાર ના મળ્યો
મનનો મૂંઝારો મારો મનમાં રહ્યો, એનો અણસાર ના મળ્યો
મૂંઝારાનું સાચું કારણ જાણી ના શક્યો, મનનો મૂંઝારો દૂર ના થયો
મૂંઝાતો ને મૂંઝાતો રહ્યો, મુંઝવણનો પણ અણસાર ના મળ્યો
શોધવા ચાહ્યું ઘણું ઘણું, બહાનાનો ભંડાર મને તો મળ્યો
મૂંઝારાને મૂંઝારામાં અન્યને, બદનામ કરતો રહ્યો, તોય મનના મૂંઝારાના …
પળમાં અહીંયા તો પળમાં બીજે, ઘણું ઘણું હતો ફર્યો
ફૂંકાવ્યા મંત્રો કંઈક, જપતપ કરાવ્યા ઘણા ઘણા મનના, મૂંઝારા …
ભૂત પ્રેતને ભજ્યા ઘણાં, કીધા ઘણા ઉપાય, પણ અણસાર ના મળ્યો …
કરવાનું જે હતું એ ના કર્યું, પ્રભુથી દૂર ને દૂર રહ્યો,કે અણસાર …
અણસાર ના મળ્યો મને, અણસાર ના મળ્યો