જ્યારે કહેવું હોય છે કાંઈ તને પ્રભુ અને કહેવાતું નથી રે, હાલ બેહાલ થઈ જાય છે
ખાલી કરવું હોય છે દિલ તારી પાસે, ખાલી જ્યારે નથી થાતું, મૂંઝવણ ઊભી થઈ જાય છે
કરવા હોય છે ગુનાહ કબૂલ, કબૂલાત જ્યારે નથી થાતી, હાલ બેહાલ થઈ જાય છે
શાંતિ મળતી નથી દિલમાં ત્યારે અમને, દિલમાં ખટકો કાંઈ રહી જાય છે
કહેવું હોય છે પણ કહેતા કહેતા અટકી જવાય છે
કરેલા કૃત્ય પર પડદો જ્યાં પડી જાય છે, શોર ત્યાં તો દિલમાં ખૂબ મચી જાય છે
કહેવા બેસું તને જ્યારે કાંઈ, ભૂલી હું તો જાઉં છું, તો ક્યારેક શરમાઈ હું તો જાઉં છું
કહેવું હોય છે કાંઈ તને પ્રભુ, કહેવાતું નથી, કાંઈ ને કાંઈ વચ્ચે આવી જાય છે,
મૂંઝવણ ઊભી જ્યાં થાય છે દિલમાં મારા, ના પૂછો પછી તમે હૈયામાં શું શું થાય છે
કૃષ્ણ વિનાનું કુરુક્ષેત્ર ત્યાં રચાઈ જાય છે, ખુદથી ખુદ ઘાયલ થઈ જાય છે
- સંત શ્રી અલ્પા મા
jyārē kahēvuṁ hōya chē kāṁī tanē prabhu anē kahēvātuṁ nathī rē, hāla bēhāla thaī jāya chē
khālī karavuṁ hōya chē dila tārī pāsē, khālī jyārē nathī thātuṁ, mūṁjhavaṇa ūbhī thaī jāya chē
karavā hōya chē gunāha kabūla, kabūlāta jyārē nathī thātī, hāla bēhāla thaī jāya chē
śāṁti malatī nathī dilamāṁ tyārē amanē, dilamāṁ khaṭakō kāṁī rahī jāya chē
kahēvuṁ hōya chē paṇa kahētā kahētā aṭakī javāya chē
karēlā kr̥tya para paḍadō jyāṁ paḍī jāya chē, śōra tyāṁ tō dilamāṁ khūba macī jāya chē
kahēvā bēsuṁ tanē jyārē kāṁī, bhūlī huṁ tō jāuṁ chuṁ, tō kyārēka śaramāī huṁ tō jāuṁ chuṁ
kahēvuṁ hōya chē kāṁī tanē prabhu, kahēvātuṁ nathī, kāṁī nē kāṁī vaccē āvī jāya chē,
mūṁjhavaṇa ūbhī jyāṁ thāya chē dilamāṁ mārā, nā pūchō pachī tamē haiyāmāṁ śuṁ śuṁ thāya chē
kr̥ṣṇa vinānuṁ kurukṣētra tyāṁ racāī jāya chē, khudathī khuda ghāyala thaī jāya chē
|