શાંતિનો અનુભવ હૈયે, હજી થયો હતો કે ના થયો હતો
ત્યાં તો પ્રભુ આ શું થઈ ગયું, આ શું થઈ ગયું
મોકલી હતી પાછી જેને તો, એ તો ફરીને પાછી મારી પાસે આવી ગઈ, એ તો આવી ગઈ
ધારણ કરીને નવું રૂપ, નજરની સામે આવીને એ તો ઊભી રહી ગઈ
લૂંટી લીધી આવતા હૈયાની શાંતિને, પરેશાની આ પાછી ક્યાંથી આવી ગઈ
કર્યા હતા બધા દ્વાર બંધ મેં એની માટે, પાછી એ તો ક્યાંથી અંદર આવી ગઈ
હતું સ્થિર બધું, આવીને એ તો કંપન ઊભું કરી ગઈ, ક્યાંથી આવી ગઈ
ના થયો કાંઈ ફાયદો મળીને એને, નુક્શાન મારું એ તો કરી ગઈ, એ તો ક્યાંથી આવી ગઈ
ભુલાવી દીધું પ્રભુ તારા નામનું સ્મરણ, કામ પોતાનું આવીને એ કરી ગઈ
કરીના શકી હું તો કાંઈ, બસ એને જોતી ને જોતી રહી ગઈ, મને દગો એ તો દઈ ગઈ
- સંત શ્રી અલ્પા મા
śāṁtinō anubhava haiyē, hajī thayō hatō kē nā thayō hatō
tyāṁ tō prabhu ā śuṁ thaī gayuṁ, ā śuṁ thaī gayuṁ
mōkalī hatī pāchī jēnē tō, ē tō pharīnē pāchī mārī pāsē āvī gaī, ē tō āvī gaī
dhāraṇa karīnē navuṁ rūpa, najaranī sāmē āvīnē ē tō ūbhī rahī gaī
lūṁṭī līdhī āvatā haiyānī śāṁtinē, parēśānī ā pāchī kyāṁthī āvī gaī
karyā hatā badhā dvāra baṁdha mēṁ ēnī māṭē, pāchī ē tō kyāṁthī aṁdara āvī gaī
hatuṁ sthira badhuṁ, āvīnē ē tō kaṁpana ūbhuṁ karī gaī, kyāṁthī āvī gaī
nā thayō kāṁī phāyadō malīnē ēnē, nukśāna māruṁ ē tō karī gaī, ē tō kyāṁthī āvī gaī
bhulāvī dīdhuṁ prabhu tārā nāmanuṁ smaraṇa, kāma pōtānuṁ āvīnē ē karī gaī
karīnā śakī huṁ tō kāṁī, basa ēnē jōtī nē jōtī rahī gaī, manē dagō ē tō daī gaī
|