View Hymn (Bhajan)
Hymn No. 2948 | Date: 30-Oct-19981998-10-301998-10-30કરશે જેવું વર્તન સંગ જેની તું, વર્તન એવું એ તારી સાથે કરશેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=karashe-jevum-vartana-sanga-jeni-tum-vartana-evum-e-tari-sathe-karasheકરશે જેવું વર્તન સંગ જેની તું, વર્તન એવું એ તારી સાથે કરશે
આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં, બદલો એ વાળશે
સમજી વિચારીને તું બધા સાથે વ્યવહાર કરજે
જે ના ગમે તને, ગમશે ક્યાંથી અન્યને જરા તું વિચારજે
સમર્થતા દેખાડવા ખુદની, અન્ય પર ખોટા રોફ ના તું જાડજે
હકીકત છે આ તો, કે જેવું કરશે એવું તું પામશે
ભાવે એવું ભોજન, તું તારા કાજે બનાવજે
જેવી બનાવીશ તું વાનગી, સ્વાદ એવો એમાં મળશે
વિચારીને તું જીવનમાં તારી વાનગીઓ બનાવજે
પ્રભુ ચોપડામાં લખાશે બધું, ના એમાં કોઈ ભૂલ આવશે
કર્માધિન છે આ જગ સારું, તારા કર્મો તને નચાવશે
કરશે પછી લાખ કોશિશ છટકવાની, ના રસ્તો એમાં જડશે
કે ભોગવવું પડશે તારું કેટલું, તને ના એમાં સાથ કોઈ આપશે
જોઈએ છે તને શું, કરીએ વિચાર, રીત એ તું અપનાવજે
કરશે જેવું વર્તન સંગ જેની તું, વર્તન એવું એ તારી સાથે કરશે