કરવી હોય એટલી કસોટી તું કરજે, પણ શક્તિ પાર પાડવાની આપજે
દઝાવવું હોય જો તારે મારું હૈયું, તો પ્રેમઅગ્નિથી દઝાવજે, ઈર્ષાની અગ્નિથી બચાવજે
આપવી હોય પીડા મને તો, દર્દ તું મને આપજે, ખોટા ભાવો ને વિચારોથી બચાવજે
કરવી હોય મસ્તી તને પ્રભુ પ્રેમથી તું કરજે, મને સહન કરતા તું શિખવાડજે
કડવાશ પાવી હોય એટલી પાજે, વિકારોની કડવાશથી મને બચાવજે
ના આવે અશર કડવાશની હૈયે કે હોઠે, બસ ધ્યાન તું આટલું રાખજે
કરવા હોય ઘા એટલા કરજે પ્રભુ, પણ મને દગાના ઘાથી બચાવજે
ખૂટતા મારા શ્વાસો પર સદા પ્રભુ, તું વિશ્વાસનો વરસાદ વરસાવજે
જીવનના જંગમાં સારથી બની, સથવારો મને તું આપજે
છું અજ્ઞાની પ્રભુ, અંધકારમાં ખોવાયેલો, જ્ઞાન આપી પ્રકાશ તું આપજે
- સંત શ્રી અલ્પા મા
Explanation in English
No matter how many tests you want to take Oh God, but give me energy to pass through it
If you want to burn my heart Oh God, then burn it with the fire of love and save me from the fire of jealousy
No matter how much suffering you want to give oh God, then give me the pain but then save me from false emotions and thoughts
If you want to do mischief, then God so it with love. Teach me how to bear it.
No bitter feelings should arise in my heart, please keep that in mind
No matter how many blows you want to give me Oh God, but save me from the blow of unfaithfulness.
On My incomplete breaths Oh God, please shower the rains of faith always
In the battle of life, please become my charioteer oh God and give me support
I am ignorant Oh God lost in darkness, give me light of knowledge.