View Hymn (Bhajan)

Sr No. 902 | Date: 01-Aug-19941994-08-01કરી કોશિશ ઘણી ભ્રમ ભાંગવા મેં તો, તોય ભ્રમ મારું ના ભાંગ્યુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kari-koshisha-ghani-bhrama-bhangava-mem-to-toya-bhrama-maro-na-bhangyoકરી કોશિશ ઘણી ભ્રમ ભાંગવા મેં તો, તોય ભ્રમ મારું ના ભાંગ્યું

ભ્રમ મારાએ મને તો એવો રે બાંધ્યો, બની ગયું મુશ્કેલ એમાંથી છૂટવું

ભ્રમને ભાંગવા જતાં, ક્યારેક મન તો ક્યારેક હૈયું મારું ભંગાયું

ભંગાઈ ગયો હું ખુદ પોતે, પણ તોય ભ્રમ મારું ના ભંગાયું

મન મારું એમાં એવું રે બંધાયું, આખર એ તો એમાં રે તૂટી ગયું

પ્રભુ, તારા ને માયા વચ્ચેનો ભેદ, મને ના રે સમજાયું

છે તું કોણ, છું હું કોણ, ચાહ્યું ઘણું સમજવા, તોય ના સમજાયું

બાંધીને બંધનની દીવાલો મારા ભ્રમ વચ્ચે, મારે પોતાને પડ્યું ફસાવવું

ભ્રમ ને બ્રહ્મ વચ્ચેના ભેદ ના ઉકેલાયા, ભ્રમ મારું ના ભંગાયું

નાચ્યો ઘણો હું તો મારા ભ્રમમાં, અંતે થાક્યો જ્યારે, ત્યારે સમજાયું

કરી કોશિશ ઘણી ભ્રમ ભાંગવા મેં તો, તોય ભ્રમ મારું ના ભાંગ્યું

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

karī kōśiśa ghaṇī bhrama bhāṁgavā mēṁ tō, tōya bhrama māruṁ nā bhāṁgyuṁ

bhrama mārāē manē tō ēvō rē bāṁdhyō, banī gayuṁ muśkēla ēmāṁthī chūṭavuṁ

bhramanē bhāṁgavā jatāṁ, kyārēka mana tō kyārēka haiyuṁ māruṁ bhaṁgāyuṁ

bhaṁgāī gayō huṁ khuda pōtē, paṇa tōya bhrama māruṁ nā bhaṁgāyuṁ

mana māruṁ ēmāṁ ēvuṁ rē baṁdhāyuṁ, ākhara ē tō ēmāṁ rē tūṭī gayuṁ

prabhu, tārā nē māyā vaccēnō bhēda, manē nā rē samajāyuṁ

chē tuṁ kōṇa, chuṁ huṁ kōṇa, cāhyuṁ ghaṇuṁ samajavā, tōya nā samajāyuṁ

bāṁdhīnē baṁdhananī dīvālō mārā bhrama vaccē, mārē pōtānē paḍyuṁ phasāvavuṁ

bhrama nē brahma vaccēnā bhēda nā ukēlāyā, bhrama māruṁ nā bhaṁgāyuṁ

nācyō ghaṇō huṁ tō mārā bhramamāṁ, aṁtē thākyō jyārē, tyārē samajāyuṁ