કરી ના કરી મદદ કોઈને જીવનમાં, ઢંઢેરો ત્યાં અમે પીટવા લાગી ગયા
આપી, એક ને સો ની વાતો કરવા અમે લાગી ગયા
ખુદની જાતને મહાન ગણવામાં, સહારો ખોટો લેતા ગયા
આચારનો કરી પ્રચાર, સાચા આચરણને અમે ભૂલતા ગયા
દાખવી ખોટી દયા અન્ય પર, ખુદને સમર્થ સમજતા ગયા
શ્વાસ લઈને કર્યો ઉપકાર, પ્રભુને પણ અમે કહેવા લાગી ગયા
ખોટી નામના ને અહંકારમાં, મદમસ્ત બની ફરતા ગયા
વધવા ચાહ્યું આગળ જીવનમાં, પાછળ ને પાછળ અમે પડતા ગયા
પુણ્યનું ભાથું બચાવવા, પાપ ઘણા અમે કરતા ગયા
ચૂપ રહેવું હતું, ત્યાં ના રહ્યા, ના રહેવું હતું, ત્યાં અમે રહી ગયા
- સંત શ્રી અલ્પા મા
karī nā karī madada kōīnē jīvanamāṁ, ḍhaṁḍhērō tyāṁ amē pīṭavā lāgī gayā
āpī, ēka nē sō nī vātō karavā amē lāgī gayā
khudanī jātanē mahāna gaṇavāmāṁ, sahārō khōṭō lētā gayā
ācāranō karī pracāra, sācā ācaraṇanē amē bhūlatā gayā
dākhavī khōṭī dayā anya para, khudanē samartha samajatā gayā
śvāsa laīnē karyō upakāra, prabhunē paṇa amē kahēvā lāgī gayā
khōṭī nāmanā nē ahaṁkāramāṁ, madamasta banī pharatā gayā
vadhavā cāhyuṁ āgala jīvanamāṁ, pāchala nē pāchala amē paḍatā gayā
puṇyanuṁ bhāthuṁ bacāvavā, pāpa ghaṇā amē karatā gayā
cūpa rahēvuṁ hatuṁ, tyāṁ nā rahyā, nā rahēvuṁ hatuṁ, tyāṁ amē rahī gayā
|