View Hymn (Bhajan)
Sr No. 3087 | Date: 22-Dec-19981998-12-221998-12-22કરીએ કેટલાપણ દાવા તોય પ્રભુ, તારાથી છીએ અમે અજાણ્યાSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=karie-ketalapana-dava-toya-prabhu-tarathi-chhie-ame-ajanyaકરીએ કેટલાપણ દાવા તોય પ્રભુ, તારાથી છીએ અમે અજાણ્યા
મતલબે કર્યું સગપણ, સંગ તારી ભલે અમે તારા ગુણગાન ગાઈએ
ના જાણી શક્યા એમાં અમે તને, રહ્યાં તારાથી અજાણ્યા
પાસે રહ્યાં કે દૂર રહ્યા, ફરક જીવનમાં ના એના કાંઈ પડયા
પાસે રહીને પણ પ્રભુ આખર અમે તને તો ના પિછાણ્યા
ચાહતા રહ્યાં જીવનભર અમે, અમારી ઇચ્છાઓમાંથી ના બહાર આવ્યા
ક્ષણ બે ક્ષણના સહારા લઈને, ના જીવનમાં અમે કાંઈ પામ્યા
ભૂલી ગયા જીવનમાં અમે, આવ્યા જ્યાં જીવનમાં એવા ઉછાળા
સુખના પીધા જામ જ્યાં અમે ના રહ્યું યાદ ત્યાં કાંઈ, તને અમે ત્યાં વિસર્યા
કરીએ છીએ જીવનમાં તોય એવા દાવા, કે અમે તને જાણ્યા …
કરીએ કેટલાપણ દાવા તોય પ્રભુ, તારાથી છીએ અમે અજાણ્યા