View Hymn (Bhajan)
Hymn No. 562 | Date: 18-Dec-19931993-12-181993-12-18કર્યું કર્યું જીવનમાં ખૂબ કર્યું, એ કર્યું બધું ના કર્યા જેવું, કર્યું કર્યું જીવનમાં ……Sant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=karyum-karyum-jivanamam-khuba-karyum-e-karyum-badhum-na-karya-jevum-karyumકર્યું કર્યું જીવનમાં ખૂબ કર્યું, એ કર્યું બધું ના કર્યા જેવું, કર્યું કર્યું જીવનમાં ……..
કર્યું ખૂબ છતાં પણ જીવનમાં અમે ના કાંઈ કર્યું, કર્યું કર્યું ખૂબ કર્યું ……..
આંખ હોવા છતાં રહ્યાં અંધકારમાં, પ્રકાશનું એક કિરણ પણ ના જોયું ……..
કરી કરી નિંદા ખૂબ પારકી, કરી પ્રશંસા ખૂબ ખુદની તો જીવનમાં
ગણી ખુદને ભગવાન, જગત પર હૂકુમત ચલાવવાની કોશિશ કરી, કરી ……..
સમજીને સાચો સાથી, ધનદોલતથી ખાલી ઘર અમે ખૂબ ભર્યા કર્યું, કર્યું ……..
અસ્તિત્વને અમર બનાવવાના પૂછો અમે શું શું કર્યું, જીવનમાંતો અમે ઘણું કર્યું
આપી અન્યને ત્રાસ ને દુઃખ, સુખ મેળવવાની ખૂબ કોશિશ કરી
ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી, લૂંટી લીધા અન્યના સુખ ચેન તો જીવનમાં, અમે કર્યું કર્યું ……..
પોષવા અહં ને અભિમાનને, પ્રભુને પ્રેમ ના કર્યો, કર્યું જીવનમાં ખૂબ …….
કર્યું કર્યું જીવનમાં ખૂબ કર્યું, એ કર્યું બધું ના કર્યા જેવું, કર્યું કર્યું જીવનમાં ……