View Hymn (Bhajan)
Hymn No. 561 | Date: 13-Dec-19931993-12-131993-12-13કરું લાખ જતન પ્રભુ તને સમજવાના, પ્રભુ તું તોય ના સમજાય, તું તોય ના સમજાયSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=karum-lakha-jatana-prabhu-tane-samajavana-prabhu-tum-toya-na-samajayaકરું લાખ જતન પ્રભુ તને સમજવાના, પ્રભુ તું તોય ના સમજાય, તું તોય ના સમજાય
જોઉં મુખડું તારું, તારી સર્જેલી માયામાં, મુખડું તારું ક્યાય ના દેખાય, કરું લાખ જતન …….
નજર સામે હોય પ્રભુ તું તોય, તારા દર્શન ના થાય, કરું લાખ જતન ……..
માયાની માટી છે બહુ ચીકણી, ચાલતા ચાલતા પગ મારો લપસી રે જાય …….
પડું જ્યાં, ઊભી થતા લાગે રે વાર, સમય ત્યાં તો ચાલ્યો જાય કરવા દર્શન,
કાંઈક પકડું ત્યાં કાંઈક છટકી જાય, આખું જીવન એમાં ને એમાં હાથમાંથી છૂટી જાય
થાય પ્રભુ તારા દર્શન મને તારી કૃપાથી, થાતા જાણ એની સમય વીતી રે જાય
છે ખૂબ અટપટી તારી લીલા પ્રભુ, ના એ તો મને સમજાય, કરું લાખ જતન……..
સમજવા ચાહું હું જ્યાં તને, ત્યાં મૂંઝવણ હૈયામાં જાગી રે જાય, કરું ……..
ક્યારેક જાગે સહજમાં, ક્યારેક તું જગાવી રે જાય, ના મળતા માર્ગ પ્રભુ, હું અકળાઈ ખૂબ જાઉં
કરું લાખ જતન પ્રભુ તને સમજવાના, પ્રભુ તું તોય ના સમજાય, તું તોય ના સમજાય