ખુદ લૂંટાવવાને બદલે, મને એ તો સદા લૂંટતો રહ્યો
કર્યો ભરોસો જેના પર તો મેં, મને એ તો ઠગારો બની, ઠગતો રહ્યો
જીતેલી બાજીને હારવા પર, મને મજબૂર કરતો રહ્યો
લૂંટારો બનીને મારો, મારા દિલને લૂંટતો રહ્યો
વાસના ને વિકારોમાં ભળી, સાથ એનો આપતો રહ્યો
ક્યારેક રડાવી, ક્યારેક હસાવી, બદલો એ મારી સાથે લેતો રહ્યો
ના હતું પાસે મારું કાંઈ સિવાય એની, એ વાતથી એ અજાણ્યો રહ્યો
કરું હવે શું ફરિયાદ હું, જ્યાં લૂંટારો મારા અંતરમાં રહ્યો
સુખચેન લૂંટાવવાને બદલે, અન્યના એ લૂંટતો રહ્યો
મારી મંજિલથી દૂર કરવા મને, એ મજબૂર કરતો રહ્યો
- સંત શ્રી અલ્પા મા
khuda lūṁṭāvavānē badalē, manē ē tō sadā lūṁṭatō rahyō
karyō bharōsō jēnā para tō mēṁ, manē ē tō ṭhagārō banī, ṭhagatō rahyō
jītēlī bājīnē hāravā para, manē majabūra karatō rahyō
lūṁṭārō banīnē mārō, mārā dilanē lūṁṭatō rahyō
vāsanā nē vikārōmāṁ bhalī, sātha ēnō āpatō rahyō
kyārēka raḍāvī, kyārēka hasāvī, badalō ē mārī sāthē lētō rahyō
nā hatuṁ pāsē māruṁ kāṁī sivāya ēnī, ē vātathī ē ajāṇyō rahyō
karuṁ havē śuṁ phariyāda huṁ, jyāṁ lūṁṭārō mārā aṁtaramāṁ rahyō
sukhacēna lūṁṭāvavānē badalē, anyanā ē lūṁṭatō rahyō
mārī maṁjilathī dūra karavā manē, ē majabūra karatō rahyō
|