કોઈ સાંભળો રે મારી ઇચ્છાઓની કહાની, કરી છે જેણે મારા જીવનની બરબાદી
લૂંટી છે જેણે મારી આબાદી, કરીને સુખની બાદબાકી, કોઈ સાંભળો રે મારી કહાની
થઈ ના શકી વેદના સહન મારાથી, આવી છે પાળી ત્યારે કહેવાની
ના કરશો કોઈ આવી ભૂલ જીવનમાં, નહીં તો હાલત મારી છે એવી થવાની
સમાઈ ના શકી હું પ્રભુ તારામાં, જ્યાં ઇચ્છાઓ મારામાં સમાણી
પ્રેમ, પ્યાર, દીઘો ભુલાવી પળમાં, આગ એવી દિલમાં મારા લગાવી
હકદાવા શરું થઈ ગયા, અભિમાનને મારા દીધું રે જગાવી
હું-હું ના હથિયારને કર્યું હતું બુઠ્ઠું, લઈ-લઈને પ્રભુનું રે નામ
જાગી જ્યાં ઇચ્છા હૈયે, એ હથિયારને ધારદાર દિધું બનાવી
હતો કિનારો ખૂબ પાસે મારી, મઝધારમાં પાછી દીધી મને ધકેલી
- સંત શ્રી અલ્પા મા
kōī sāṁbhalō rē mārī icchāōnī kahānī, karī chē jēṇē mārā jīvananī barabādī
lūṁṭī chē jēṇē mārī ābādī, karīnē sukhanī bādabākī, kōī sāṁbhalō rē mārī kahānī
thaī nā śakī vēdanā sahana mārāthī, āvī chē pālī tyārē kahēvānī
nā karaśō kōī āvī bhūla jīvanamāṁ, nahīṁ tō hālata mārī chē ēvī thavānī
samāī nā śakī huṁ prabhu tārāmāṁ, jyāṁ icchāō mārāmāṁ samāṇī
prēma, pyāra, dīghō bhulāvī palamāṁ, āga ēvī dilamāṁ mārā lagāvī
hakadāvā śaruṁ thaī gayā, abhimānanē mārā dīdhuṁ rē jagāvī
huṁ-huṁ nā hathiyāranē karyuṁ hatuṁ buṭhṭhuṁ, laī-laīnē prabhunuṁ rē nāma
jāgī jyāṁ icchā haiyē, ē hathiyāranē dhāradāra didhuṁ banāvī
hatō kinārō khūba pāsē mārī, majhadhāramāṁ pāchī dīdhī manē dhakēlī
|