View Hymn (Bhajan)

Hymn No. 993 | Date: 28-Sep-19941994-09-28કોઈને કોઈ કરે છે, કોઈને કોઈનો ઇંતઝારhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=koine-koi-kare-chhe-koine-koino-intajaraકોઈને કોઈ કરે છે, કોઈને કોઈનો ઇંતઝાર

ઇંતઝાર ઇંતઝાર ઇંતઝાર, જીવનમાં સહુ કોઈ તો કરે છે ઇંતઝાર

થાય મિલન જ્યાં એકનું ત્યાં, બીજાનો શરૂ થઈ જાય છે ઇંતઝાર

ઇચ્છાઓ ને ઇચ્છાઓ જગાવી હૈયે, કરે છે સહુ કોઈ એનો રે ઇંતઝાર

પ્રેમી કરે છે પ્રેમિકાનો ઇંતઝાર, ભૂખ્યો કરે છે ભોજનનો ઇંતઝાર

દોસ્ત કરે છે દોસ્તનો ઇંતઝાર, કવિ કરે છે કવિતાનો ઇંતઝાર

અંત નથી આવતો ઇંતઝારનો, જીવનનો અંત ભલે એમાં આવી જાય

નવી નવી આશાઓમાં રમી મનુષ્ય, કરતો ને કરતો રહે છે ઇંતઝાર

કહેવું શું માનવને આમાં, પ્રભુ પણ કરે છે ભક્તાના મિલનનો ઇંતઝાર

ભક્ત કરે છે પ્રભુનો ઇંતઝાર, થઈ જાય જ્યાં બરાબરી બનેની થાય છે મિલન

થાતા આ મિલન બસ, નથી રહેતો પછી કોઈ ઇંતઝાર

કોઈને કોઈ કરે છે, કોઈને કોઈનો ઇંતઝાર

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

kōīnē kōī karē chē, kōīnē kōīnō iṁtajhāra

iṁtajhāra iṁtajhāra iṁtajhāra, jīvanamāṁ sahu kōī tō karē chē iṁtajhāra

thāya milana jyāṁ ēkanuṁ tyāṁ, bījānō śarū thaī jāya chē iṁtajhāra

icchāō nē icchāō jagāvī haiyē, karē chē sahu kōī ēnō rē iṁtajhāra

prēmī karē chē prēmikānō iṁtajhāra, bhūkhyō karē chē bhōjananō iṁtajhāra

dōsta karē chē dōstanō iṁtajhāra, kavi karē chē kavitānō iṁtajhāra

aṁta nathī āvatō iṁtajhāranō, jīvananō aṁta bhalē ēmāṁ āvī jāya

navī navī āśāōmāṁ ramī manuṣya, karatō nē karatō rahē chē iṁtajhāra

kahēvuṁ śuṁ mānavanē āmāṁ, prabhu paṇa karē chē bhaktānā milananō iṁtajhāra

bhakta karē chē prabhunō iṁtajhāra, thaī jāya jyāṁ barābarī banēnī thāya chē milana

thātā ā milana basa, nathī rahētō pachī kōī iṁtajhāra