View Hymn (Bhajan)
Hymn No. 2211 | Date: 20-Aug-19971997-08-201997-08-20કોણ અપાવશે યાદ મને મંજિલની, તારા વિના પ્રભુ, તાર વિનાSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kona-apavashe-yada-mane-manjilani-tara-vina-prabhu-tara-vinaકોણ અપાવશે યાદ મને મંજિલની, તારા વિના પ્રભુ, તાર વિના
કોણ થામશે હાથ મારો આ દુનિયામાં, પ્રભુ તારા વિના
કોણ આપશે સાચા જ્ઞાનની શિક્ષા, પ્રભુ મને તારા વિના
કોણ અપાવશે દુઃખદર્દમાંથી મુક્તિ, પ્રભુ તારા વિના
કોણ બક્ષશે મને તાઝગી ને મીઠી સુવાસ, પ્રભુ તારા વિના
કોણ પૂછશે મારા હાલ, પ્રભુ તારા વિના, એક તારા વિના
રાખે છે તું જેટલી સંભાળ, રાખી નહીં શકે કોઈ મારી એટલી સંભાળ, તારા વિના
છે તું મારો પૂર્ણ આધાર, કોને પુકારું હું પ્રભુ તારા વિના
કોણ ભરશે મીઠાશ ને પ્રેમ મારા દિલમાં, પ્રભુ તારા વિના
કોણ કરશે આ કશ્તીને મઝધારથી પાર, પ્રભુ એક તારા વિના
કોણ અપાવશે યાદ મને મંજિલની, તારા વિના પ્રભુ, તાર વિના